છેલ્લા થોડા સમયથી અમેરિકામાં વિમાની દુર્ઘટનાઓ વધી રહી છે અને તેમાં વધુ એકનો ઉમેરો થયો છે.એરિઝોનામાં બે નાના વિમાનો વચ્ચે હવામાં ટક્કરમાં બે લોકોના મોત થયા છે.
અમેરિકાના એરિઝોનામાં સવારે બે નાના વિમાનો વચ્ચે હવામાં અથડાતા ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેટી બોર્ડે ટકસનની બહારના વિસ્તારમાં આવેલા એરપોર્ટ નજીક થયેલી અથડામણની તપાસ શ કરી છે. અહેવાલ અનુસાર અકસ્માત માં ૨ લોકોના મોતની પુષ્ટ્રિ થઈ છે.જો કે કેટલા લોકો ઘાયલ થયા છે તે વિગત સામે આવી નથી. અકસ્માતની વધુ તપાસ ચાલી રહી છે.રાષ્ટ્ર્રીય પરિવહન સલામતી બોર્ડે આ નવીનતમ અકસ્માતની તપાસ શ કરી દીધી છે. સ્થાનિક અધિકારીઓ અને તપાસકર્તાઓની એક ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે અકસ્માત કેવી રીતે થયો અને તે માનવ ભૂલને કારણે થયો કે ટેકનિકલ ખામીને કારણે. અકસ્માત સમયે આકાશ સ્વચ્છ હતું, તેથી હવામાન સંબંધિત કોઈ સમસ્યા હોવાનું માનવામાં આવતું નથી.
તાજેતરના સમયમાં અમેરિકામાં ચાર મોટા વિમાન અકસ્માતો થયા છે. તાજેતરની ઘટનામાં ટોરોન્ટોમાં લેન્ડિંગ કરતી વખતે ડેલ્ટા જેટ પલટી ગયું હતું. જોકે, વિમાનમાં સવાર તમામ ૮૦ લોકોનો બચાવ થયો હતો. આ સિવાય અલાસ્કામાં એક વિમાન દુર્ઘટના બની હતી. જાન્યુઆરીના અંતમાં, વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન એરલાઇન્સના પેસેન્જર વિમાન અને લશ્કરી હેલિકોપ્ટર વચ્ચે થયેલી અથડામણમાં ૬૭ લોકો માર્યા ગયા હતા.
૩૧ જાન્યુઆરીના રોજ, એક મેડિકલ ટ્રાન્સપોર્ટ જેટ ક્રેશ થયું હતું, જેમાં સાત લોકો માર્યા ગયા હતા અને ૧૯ અન્ય ઘાયલ થયા હતા. એક દર્દી તેના બાળક અને પત્ની સહિત ચાર અન્ય લોકો સાથે મેડિકલ ટ્રાન્સપોર્ટ જેટમાં મુસાફરી કરી રહ્યો હતો. જોકે, ફિલાડેલ્ફિયામાં જ તેમનો અકસ્માત થયો. આ સતત બનતી ઘટનાઓને કારણે, અમેરિકા અને ઉત્તર અમેરિકામાં ઉડ્ડયન સલામતી પર ઉગ્ર ચર્ચા થઈ રહી છે.
છેલ્લા કેટલાક મહિનામાં થઈ રહેલા અકસ્માતોએ ઉડ્ડયન ઉધોગ અને સલામતી નિષ્ણાતોને ચિંતામાં મૂકી દીધા છે. આવા અકસ્માતોનો સામનો કરવા માટે, લાઇટ સલામતી અંગે વધુ કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech