બાબરાનું અમરાપરા બસ સ્ટેન્ડ એટલે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. દિવસ ઉગે અને અસામાજિક તત્વો લુખ્ખાગીરી ચાલુ કરી દે છે. સ્થાનિક વેપારીઓ પાસેથી દાદાગીરીથી મફતમાં વસ્તુઓ લઇ જાય છે અને પૈસા માંગે તો વેપારીઓને માર મારે છે અને દુકાનમાં તોડફોડ કરવાની ધમકીઓ આપે છે. અને દિવસ દરમિયાન લુખ્ખા તત્વો અને રોમીયોગીરી કરતા તત્વો ત્યાં અડ્ડો જમાવીને બેસેલા હોય છે અને બજારમાં અને શાળાએ જતી બહેનો દીકરીઓને આવા લુખ્ખા અને આવારા તત્વો દ્રારા અનેકવાર પજવણી કરવાના કિસ્સાઓ આવેલ છે પરંતુ આ માથાભારે તત્વો સામે કોઈ ફરિયાદ કરવા તૈયાર થતું નથી.
આ ઉ૫રાંત અમરાપરા બસ સ્ટેન્ડ ઉપર અનેક ગેરકાયદેસર દબાણો કરી આ અસામાજિક તત્વો પોતાનો અડ્ડો જમાવી બેઠા છે. ગેરકાયદેસર કેબીન, ગેરકાયદેસર ટ્રાફિકને અડચણ પ ખાનગી વાહન ચાલકોની દાદાગીરી વધતી જાય છે. અને અમુક અસામાજિક તત્વો ચોવીસ કલાક નશાની હાલતમાં અહિયાં રહીને દાદાગીરી કરી રહ્યા છે. અમરાપરા બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી નેશનલ હાઇવે પસાર થાય છે. અનેક મહાકાય ટ્રકો, લકઝરી બસો સહિતના હેવી વાહનો પસાર થાય છે અને અસામાજિક તત્વોએ કરેલ ગેરકાયદેસર દબાણથી ટ્રાફિક સમસ્યા વિકરાળ બની ગયેલ છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.
અમરાપરા નાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ સરકારી શાળાની આજુબાજુ પણ ખાનગી વાહન ચાલકો પાકિગનો અડ્ડો બનાવી દીધેલ છે. શાળાના પ્રવેશ ગેટને અડચણપ પણ ખાનગી ભાડે ચલાવતા વાહન ચાલકો પાકિગ કરી શાળાનો રસ્તો બધં કરી નાખે છે અને આડેધડ પાકિગ અને ગેરકાયદેસર મુકેલી કેબિનોની વણઝાર જોવા મળી રહી છે. આ બાબતે તત્રં દ્રારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
હાલતો આવા અનેક ગેરકાયેસર દબાણ અસામાજિક તત્વો દ્રારા થઇ ગયા છે છતાં શા માટે આવા દબાણ દુર નથી કરતી..? શું બાબરામાં દાદાનું બુલડોઝર ફરશે..?? અને આવા અસામાજિક તત્વોની કબજામાં રહેલી અનેક સરકારી મિલકતોના દબાણ દુર થશે..?
હાલતો બાબરામાં દિવસે અને દિવસે વધતા ગેરકાનૂની પ્રવૃત્તિથી શહેરની નિર્દેાષ પ્રજા ભોગ બની રહી છે અને શું આ બાબતે તત્રં કડક કાર્યવાહી કરે છે કે નહિ તે જોવાનું રહ્યુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech