બન્ને સ્થળેથી ખાલી-ભરેલા ૮ નંગ બાટલા સહિતની સામગ્રી સાથે બેડી વિસ્તાર ના બે શખ્સોની અટકાયત
જામનગરના બેડી વિસ્તારમાં બન્ને સ્થળેથી ગેરકાયદેસર ગેસના બાટલાનું રિફિલીંગ કૌભાંડ સિટી બી. ડિવિઝન તેમજ એસ.ઓ.જી. ની ટીમે ઝડપી લઈ બે શખ્સોની ૮ નંગ રાંધણ ગેસના નાના મોટા ખાલી અને ભરેલા બાટલા સહિતના મુદામાલ સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી આરંભી હતી.
જામનગરના જી.આઈ.ડી.સી. રોડ પર સિટી બી. ડિવિઝનની ટુકડીએ દરોડો પાડયો હતો. અહીં બેડી વિસ્તારનો હુસેન ઈસ્માઈલભાઈ આરબ નામનો શખ્સ માણસોની જિંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેરકાયદેસર ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં રિફીલીંગ કરી ગેરકાયદેસર વેચાણ કરતો હોય તેમજ કોઈપણ સુરક્ષાના સાધનો વગર મોટી સંખ્યામાં અડધા ભરેલા મોટા બાટલા નંગ ૩ તથા અન્ય ૨ ખાલી બાટલા અને બે મોટા ભરેલા બાટલા, રીફિલીંગની ઈલેકટ્રીક મોટર તથા વજન કાંટો વિગેરે સાધનો મળી આવતા કુલ મળી રૂા. ૧૬,૫૦૦નો મુદામાલ કબ્જે કરી લઈ આરોપીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પંચકો સીબી ડિવિઝનના પોલીસ સ્ટાફે પણ વોચ ગોઠવી દરેડ વિસ્તારમાં રહેતા સજ્જર બાબુભાઈ સીદીકી કે જેને અટકાયતમાં લેતાં તેના કબજા માંથી પણ ગેસ રિફીલિંગ નું કારસ્તાન પકડાયું હતું, અને ખાલી ભરેલા ૩ નંગ બાટલા નોઝલ વગેરે મળી આવ્યા હતા, જે કબજે કરી લઈ તમામની વધુ પૂછપરછ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech