રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં ગઈકાલે સવારે સાત થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સૌથી વધુ મતદાન ભાયાવદરની નગરપાલિકામાં ૫૯.૮૬% અને સૌથી ઓછું ધોરાજી નગરપાલિકામાં ૫૧.૩૩% નોંધાયું છે. અન્ય ત્રણ નગરપાલિકાઓની વાત કરીએ તો જસદણમાં ૫૨.૧૪ જેતપુર (નવાગઢ)માં ૫૨.૫૪ અને ઉપલેટામાં ૫૩.૮૮% મતદાન થયું છે. આવતીકાલે આ તમામ પાંચે પાંચ નગરપાલિકાઓમાં મતગણતરી હાથ ધરીને પરિણામ જાહેર કરવામાં આવશે.
સાત વોર્ડની જસદણ નગરપાલિકામાં બે બેઠકો બિનહરીફ થઈ હોવાથી ૨૬ બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જેતપુર નવાગઢમાં ૧૧ વોર્ડની ૪૪ બેઠક માટે ધોરાજી નગરપાલિકામાં નવ વોર્ડની ૩૬ બેઠક માટે ભાયાવદર નગરપાલિકામાં છ વોર્ડની ૨૪ બેઠક માટે અને ઉપલેટા નગરપાલિકામાં ૯ વોર્ડની ૩૧ બેઠક માટે ચૂંટણી યોજવામાં આવી હતી. ઉપલેટામાં પાંચ બેઠકો ચૂંટણી પહેલા જ બિન હરીફ જાહેર થઈ ચૂકી હતી.
જસદણમાં પુષોનું ૫૬.૦૫ ક્રીઓનું ૪૮.૦૪,જેતપુર નવાગઢમાં પુષોનું ૫૬.૪૦ ક્રીઓનું ૪૮.૩૯,ધોરાજીમાં પુષોનું ૫૪.૩૦ ક્રીઓનું ૪૮.૨૩,ભાયાવદરમાં પુષોનું ૬૩.૫૧ ક્રીઓનું ૫૫.૯૪ અને ઉપલેટામાં પુષોનું ૫૭.૦૬ અને ક્રીઓનું ૫૦.૫૭ ટકા મતદાન થયું છે. આમ દરેક નગરપાલિકા વિસ્તારમાં પુષો કરતાં ક્રીઓનું મતદાન પ્રમાણમાં ચારથી આઠ ટકા જેટલું ઓછું રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech