સૂત્રોએ જણાવ્યું હતું કે, "ભારતીય સિનેમાની કેટલીક સૌથી મોટી ફિલ્મોમાં કામ કરવાથી લઈને મોટા બ્રાન્ડ્સ માટે ટોચની પસંદગી બનવા સુધી, અમિતાભ ઉદ્યોગમાં સૌથી વધુ માંગવાળા કલાકારોમાંના એક છે. આ બધા સ્ત્રોતોમાંથી તેમની કમાણી રૂ. 350 કરોડ જેટલી છે, જે તેમને ઉદ્યોગમાં સૌથી વધુ કમાણી કરનારાઓમાંના એક બનાવે છે.
અમિતાભ બચ્ચન તેમના નાણાકીય શિસ્ત માટે જાણીતા છે. તેમણે હંમેશા સમયસર કર ચૂકવ્યો છે. આ વર્ષે પણ તેમણે ૩૫૦ કરોડ રૂપિયાની આવક પર ૧૨૦ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો. તેમનો છેલ્લો ૫૨.૫ કરોડ રૂપિયાનો હપ્તો ૧૫ માર્ચ, ૨૦૨૫ ના રોજ ચૂકવવામાં આવ્યો હતો. ૮૧ વર્ષની ઉંમરે પણ, અમિતાભ ઉદ્યોગના સૌથી મોટા નામોમાંનું એક છે. તાજેતરમાં તેણે રજનીકાંત સાથે 'વેટ્ટૈયાં' અને કમલ હાસન, પ્રભાસ, દીપિકા પાદુકોણ સાથે 'કલ્કી 2898 એડ'માં કામ કર્યું. તે હાલમાં 'કૌન બનેગા કરોડપતિ ૧૬' હોસ્ટ કરી રહ્યો છે અને આગામી સીઝન માટે તેની વાપસી પણ કન્ફર્મ થઈ ગઈ છે.
શાહરૂખ ખાને ગયા વર્ષે ૯૨ કરોડનો ટેક્સ ભર્યો હતો
ગયા વર્ષે શાહરૂખ ખાને ૯૨ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવીને સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટીનો ખિતાબ જીત્યો હતો. આ વર્ષે અમિતાભ ચોથા સ્થાનથી ટોચના સ્થાને પહોંચી ગયા, તેમણે શાહરુખને ૩૦% પાછળ છોડી દીધો. આ યાદીમાં અન્ય નામોમાં થલાપતિ વિજય (80 કરોડ રૂપિયા) અને સલમાન ખાન (75 કરોડ રૂપિયા)નો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech