રાજકોટ
એસએમસીની ટીમે સુરેન્દ્રનગરમાં આવેલા મકાનમાં દરોડો પાડી અહીંથી 1051 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે રૂ.3.28 લાખનો દારૂનો આ જથ્થો કબજે કરી અહીં દારૂનો જથ્થો મંગાવનાર અને મકાન ભાડે આપ્નાર બંને શખસોને વોન્ટેડ જાહેર કયર્િ છે. હાલ આ મામલે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી. કામરીયાની રાહબરી હેઠળ પીએસઆઇ એલ.ડી. મહેતા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી માહિતીના આધારે સુરેન્દ્રનગરમાં પંચાયતની સામેની શેરીમાં આવેલા એજાઝ હાજીભાઈ મોટવાણીના મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન અહીંથી રૂપિયા 3.28 લાખની કિંમતનો 1051 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.જો કે દરોડા દરમિયાન આરોપી હાથ લાગ્યા ન હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂનો આ જથ્થો સલીમ સુલેમાનભાઈ મોવર નામના શખસે મંગાવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે આ મકાન એજાજ હાજીભાઈ મોટવાણીએ ભાડે રાખ્યું હતું. જેથી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કયર્િ છે. સુરેન્દ્રનગર પોલીસે ગુનો દાખલ કરી અન્ય બંને આરોપીોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડત્રા પોલીસ મથક હરીયાળુ બનશે, પટાંગણમાં 50 વૃક્ષોનું આરોપણ
June 09, 2025 09:47 AMકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech