સારવારમાં દમ તોડયો: ચાંપા બેરાજામાં વિજપોલ તુટી પડતા ઘવાયેલા મજુરનું મૃત્યુ
દરેડ જીઆઇડીસીમાં મારુતી મેટલ નામના કારખાનાની પિતળની ભઠ્ઠીમાં ગત મહિનામાં અચાનક બ્લાસ્ટ થતા શરીરે દાઝી ગયેલા બિહારી મજુરનું રાજકોટની હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે જયારે ચાંપા બેરાજા ગામે ઇલેકટ્રીક પોલ પર વાયર બાંધવા જતા અચાનક થાંભલો નીચે પડી જતા યુવાનનું ઇજા સબબ સારવારમાં મૃત્યુ થયું છે.
મુળ બિહારના ફખરપુર ગામના વતની અને દરેડ મસીતીયા રોડ પર રહેતા વિશુનાથ મહેન્દ્રભાઇ શર્મા (ઉ.વ.૩૦) નામનો યુવાન ગત તા. ૨૬-૨-૨૪ બપોરના સુમારે દરેડ જીઆઇડીસીમાં મારુતી મેટલ નામના કારખાનાની પિતળની ભઠ્ઠીમાં કામ કરતા હતા જેમાં કોઇપણ રીતે અચાનક બલાસ્ટ થતા વિશુનાથભાઇ શરીરે દાઝી જતા પ્રથમ જી.જી. હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.
ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ છે આ અંગે દરેડ વિસ્તારમાં રહેતા હિતેશકુમાર મહેન્દ્ર શર્માએ ગઇકાલે પંચ-બીમાં જાણ કરી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં રાજસ્થાનના અલવર જીલ્લાના કઠુમર તાલુકાના ખકાવાલ્યનના વતની યોગેશ બચુરામભાઇ સેન (ઉ.વ.૨૩) નામનો મજુર યુવાન ગત તા. ૧-૨-૨૪ના રોજ જામનગર તાબેના ચાંપા બેરાજા ગામે પંચાયત સામે પોલ પર વાયર બાંધવા જતા પોલ તુટીને નીચે પટકાતા શરીરે ઇજાઓ થઇ હતી દરમ્યાન સારવારમાં મૃત્યુ થયું છે આ અંગે હીરાલાલ બચુરામ સેન દ્વારા પંચ-બીમાં જાણ કરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech