મિલાપનગરમાં રાત્રે કારના કાચ ફોડી,ટાયરમાં છરીના ઘા માર્યા પંચાયત ચોક પાસે આવેલા મિલાપનગરમાં રાત્રીના કારના કાચ ફોડી નાંખી અને ટાયરમાં છરીના ઘા માર્યા હતાં.જે અંગે યુવાને ફરિયાદ નોંધાવી છે.યુવાન પારકી પરિણીતા સાથે વાત કરતો હોય તેના પતિએ મારી નાખવાની અને કાર સળગાવી દેવાની ધમકી આપી હતી જેથી તેણે કારમાં નુકશાન કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
શહેરના યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે આવેલા મિલાપનગરમાં રહેતા નીરજસિંહ જયરાજસિંહ ઝાલા (ઉ.વ 28) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જયદીપ મહાદેવભાઇ વામજાનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ડ્રાઇવિંગ કામ કરે છે અને તેની પાસે સ્વીફટ નંબર જીજે 3 બીઝેડ 4630 છે.
ગઈ તા. 6/4 રાત્રીના એકાદ વાગ્યે તે આટકોટથી સ્વીફ્ટ કાર લઈ ઘર પાસે શેરીમાં પાર્ક કરી હતી બાદમાં બપોરના ભાગીદાર સંજય રાઠોડનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણી ગાડીના ચારેય ટાયરમાં છરીના ચેકા મારેલા છે તેમજ આગળનો કાચ પણ તૂટી ગયો છે તેવી જાણ કરી હતી.
યુવાનને જયદીપ મહાદેવભાઇ વામજાને અગાઉ તા.5/4/2025 ના બપોરના સમયે સાડા ત્રણેક વાગ્યા આસપાસ ફોન કર્યો હતો અને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને રસ્તામાં મળીને પતાવી દેવાની તથા ગાડી સળગાવી દેવાની તેમજ માતા પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. પરંતુ આ બાબત યુવાને ધ્યાને લીધી ન હતી જ્યારે ગાડીમાં નુકસાન થયાનું માલુમ પડ્યું ત્યારે જયદીપે જ ગાડીમાં તોડફોડ કરી હોવાની શંકા ગઈ હતી. ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, જયદીપની પત્ની યુવાન સાથે વાતચીત કરતી હોય જે બાબત જયદીપને પસંદ ન આવતા તેણે ફોન કરી આ ધમકી આપી હતી અને તેણે જ રાત્રિના સમયે ગાડીમાં નુકસાન કરી કાચ ફોડી નાખ્યા હોવાની શંકા દર્શાવી યુવાને આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech