જીમડીસીલી બોકસાઈટ પ્રોજેકટ ભાટીયા દ્વારા આયોજન કરાયું
જીમડીસીલી-બોકસાઈટ પ્રોજેકટ ભાટીયા ખાતે તા. ૦૭/૧૦/૨૦૨૪ થી તારીખ ૧૫/૧૦/૨૦૨૪ દરમ્યાન વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તારીખ ૧૧/૧૦/૨૦૨૪ ના રોજ મેવાસા ગામે પ્રોજેક્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર વિવેકકુમાર સિંઘની આગેવાની હેઠળ કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ, મેવાસા ગામના સરપંચ અને પંચાયતના સભ્યો,ગ્રામજનો તથા મેવાસા બોકસાઈટ માઇન્સના કર્મચારીઓની હાજરીમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ હતી. મેવાસા ગામની સરકારી શાળાઓમાં બોકસાઈટ પ્રોજેકટ ભાટીયા દ્વારા ચિત્રસ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવેલ હતું. બોકસાઈટ પ્રોજેકટ ભાટીયાના કર્મચારીઓ દ્વારા મેવાસા ગામના રોજઆઈ માતાજીનાં મંદિરના પરિસરને તથા મેવાસા ગામની સરકારી શાળામાં સ્વચ્છતા અભિયાન હેઠળ સાફ સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech