રાજકોટ શહેરમાં ટાઇફોઇડ, કમળો તેમજ ઝાડા ઉલટી સહિતનો પાણીજન્ય રોગચાળો વકરતા શહેરની આઠ આઇસ ફેક્ટરીઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાંથી પાંચમા અનહાઇજેનિક કન્ડિશન જોવા મળતા નોટિસ ફટકારવામાં આવી હતી.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ બ્રાન્ચના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે, પાણીજન્ય રોગચાળાના વધતા જતા કેસ અને સિઝનને અનુલક્ષીને શહેરમાં બરફનું ઉત્પાદન કરતાં આઠ એકમની તપાસ કરેલ તેમજ લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ યોગ્ય જાળવણી અંગે કુલ પાંચ પેઢીને નોટિસ ફટકારવામાં આવી હતી જેમાં
(૧) લાભ આઇસ ફેક્ટરી (સ્થળ:- શિવમ્ ઇન્ડ. એરીયા, ગોંડલ રોડ ચોકડી પાછળ, કોઠારીયા રીંગ રોડ, રાજકોટ)ને લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રીપોર્ટ કરવા બાબતે નોટિસ (૨) મહાદેવ આઇસ (સ્થળ:- સોમનાથ ઇન્ડ. એરીયા, કોઠારીયા, ગોંડલ, રાજકોટ)ને લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રિપોર્ટ કરવા બાબતે નોટિસ (૩) નવદુર્ગા આઇસ ફેક્ટરી (સ્થળ:- મહાલક્ષ્મી મીલ પાસે, વાવડી, ગોંડલ રોડ, રાજકોટ)ને લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ (૪) રાજ આઈસ ફેક્ટરી (સ્થળ:- માધાપર ચોકડી, એચપી પેટ્રોલ પંપની પાછળ, રાજકોટ)ને લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ (૫) નૂતન સૌરાષ્ટ્ર આઇસ ફેક્ટરીને (સ્થળ:- ડીલક્ષ ચોક, કુવાડવા રોડ, રાજકોટ) -હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત
(૬) ક્રિષ્ના ફ્રીઝીંગ આઇસ ફેક્ટરી : સ્થળ:- નવરંગપરા, લક્ષ્મીનગર મેઇન રોડ (૭) ભાગ્યોદય આઇસ ફેક્ટરી : સ્થળ:- મોચીબજાર મેઇન રોડ તેમજ (૮) સંગમ આઈસ ફેક્ટરી : સ્થળ:- કોઠારીયા રિંગ રોડ, રેલ્વે ઓવર બ્રીજની બાજુમાં, રણુજાનગર કાંઠેમાં ચેકિંગ કરાયું હતું.
વિશેષમાં તેમણે ઉમેર્યું હતું કે બિગ બજાર થી ઇન્દિરા સર્કલ- ૧૫૦ ફૂટ રીંગ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૩૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં ૧૨ ધંધાર્થિઓને ફૂડ લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી તેમજ ખાધ્ય ચીજોના કુલ ૩૮ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં (૧) કલાસિક કોલ્ડ કોફી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨) આરવી સેલ્સ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૩) નાગદાદા રેસ્ટોરેન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૪) બાપા સીતારામ નાસ્તા ગૃહ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૫)શ્રી હરિ પુડલા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૬)રામેસ્ટ આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૭)ટી'એન સ્ટોરી'સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૮)પાનવાલા કોલ્ડ કોફી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૯)શિવ શક્તિ હોટલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૦)સંજુ ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૧)પટેલ વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૨)સંતોષ ભેળ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.
ઉપરોક્ત ઉપરાંત (૧૩) ખોડલધામ ફાસ્ટ ફૂડ (૧૪) નિલકંઠ ડેરી ફાર્મ (૧૫) નાગદાદા કોલ્ડ્રિંક્સ (૧૬) પ્રમુખરાજ ડેરી ફાર્મ (૧૭) નિલકંઠ આઇસ્ક્રીમ (૧૮) પુષ્ટિ પ્રોવિઝન સ્ટોર (૧૯) ધારેશ્વર ડેરી ફાર્મ (૨૦) બાલાજી આઇસ્ક્રીમ (૨૧) પટેલ પુડલા એન્ડ કાઠિયાવાડી (૨૨) મૈસૂર એક્સપ્રેસ ઢોસા (૨૩) ધ ટેસ્ટ ઓફ રાજસ્થાન (૨૪) બર્ગર ભાઉ (૨૫) શ્રી ફૂડ (૨૬) કેક એન્ડ સ્વીટસ (૨૭) સમૃધ્ધ ડેરી ફાર્મ (૨૮) રજવાડી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ (૨૯) રાજ ગોલા (૩૦) વોક ઓન ફાયર (૩૧) કોફી કલ્ચર (૩૨) બાલાજી આલુપુરી (૩૩) જય ઝૂલેલાલ દાળ-પકવાન (૩૪) દાસ ન્યુ સુરતી ખમણ (૩૫) સત્યવિજય આઇસ્ક્રીમ (૩૬) નૈમિષકુમાર ધીરજલાલ (૩૭) બેંગાલ સ્વીટ્સ (૩૮) નેત્રી પાણિપુરીની ચકાસણી કરવામાં આવી હતી.
આઈસ્ક્રીમ, શ્રીખંડ, દૂધના સેમ્પલ લેવાયા
(૧) કેસર પિસ્તા આઇસ્ક્રીમ લુઝનું સેમ્પલ સ્થળ-રંગોલી કોલ્ડ્રિંક્સ, અક્ષર એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં.૧ અને ૨ યુનિવર્સીટી રોડ ખાતેથી લેવાયું હતું.
(૨) બોર્ન બોર્ન શ્રીખંડ લુઝનું સેમ્પલ સ્થળ- રંગોલી કોલ્ડ્રિંક્સ, અક્ષર એપાર્ટમેન્ટ, ગ્રા.ફ્લોર શોપ નં.૧ અને ૨ યુનિવર્સીટી રોડ ખાતેથી લેવાયું હતું.
(૩) ગાયનું દૂધ લુઝનું સેમ્પલ સ્થળ-ચામુંડા ડેરી, પંચવટી મેઇન રોડ, નાના મવા કોર્નર, અરહમ હોસ્પિટલ પાસેથી લેવાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ એરપોર્ટ બંધ થવાથી મુસાફરો પરેશાન, રેલવેએ આ બે શહેરો માટે ખાસ ટ્રેનો શરૂ કરી
June 12, 2025 09:52 PMઅમદાવાદમાં વિમાન ક્રેશ કેમ થયું? અમેરિકાથી આવ્યો મોટો રિપોર્ટ
June 12, 2025 09:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech