ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને લઇ દલિત સમાજ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી. આ રેલી જિલ્લા પંચાયત ચોક પાસે પોલીસ કમિશનર કચેરીની સામે પહોંચતા બાઈક ઉપર સ્ટંટ કરતા યુવાનોને પોલીસ દ્વારા અટકાવામાં આવતા ડખ્ખો થયો હતો. જેમાં આક્ષેપ કરાયો હતો કે પોલીસ દ્વારા બાઈક ઉપર દંડા મારવામાં આવ્યા બાદમાં મામલો ઉગ્ર બનતા ડીસીપી અને એસીપી સહિતના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા. આ દરમિયાન યુવાનો રસ્તા ઉપર બેસી ગયા હતા અને વિરોધ કર્યો હતો જોકે પોલીસની સમજાવટથી મામલો શાંત પડયો હતો.
ડો. બાબા સાહેબ આંબેડકરની જયંતિને લઇ આજે દલિત સમાજના યુવાનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી દરમિયાન રેસકોર્ષ રિંગ રોડ પર કેટલાક યુવકો બાઈક પર સ્ટંટ કરી રહ્યા હોય પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા બોલાચાલી થઈ હતી અને ટ્રાફિકજામ સર્જાયો હતો. તાત્કાલીક પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો હતો. પોલીસ કમિશ્નર કચેરીની સામે જિલ્લા પંચાયત ચોકમાં યુવાનો રસ્તા પર બેસી ગયા હતા. જેથી ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા અને એસીપી રાધિકા ભારાઈ સહિતના અધિકારીઓ દોડી ગયા હતાં.
આ ઘટના મામલે યુવાન ગૌતમ બાબરીયાએ પોલીસકર્મીઓએ બળજબરી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.પોતાના વાહનમાં નુકસાન કરાયાનો પણ આક્ષેપ કરાયો હતો.જોકે સ્થિતિની ગંભીરતા જાણી ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાકીદે બનાવસ્થળે પહોંચી જઇ કોઇ મોટી બબાલ થાય તે પૂર્વે જ મામાલો શાંત પાડી દીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech