શીશલી ગામે બહેન-બનેવી અને ભાણેજને માર મારવામાં આવતા બહેને ભાઇ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શીશલી ગામે નવાપરામાં રહેતા કાંતાબેન કિશોર ડાભી નામના ૪૮ વર્ષના મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છેકે તા. ૧૫-૯ રાત્રે સાડા નવ વાગ્યે તેઓ તથા ઘરના સભ્યો હાજર હતા ત્યારે તેનો મોટો ભાઇ ધીરુ છગન મકવાણા ફરિયાદીના ઘરની સામે રહે છે તે કાંતાબહેનનું નામ લઇને ગાળો બોલતો હતો આથી કાંતાબેને ધીરુના દીકરા અજયને સમજાવવાનું કહ્યુ હતુ.
તે દરમિયાન અજય પોતાના ઘરમાંથી લાકડી લઇને આવ્યો હતો અને કાંતાબેનના દીકરા ઉદયને માર માર્યો હતો. ત્યારબાદ પાછળથી વિજય દેવા મકવાણા, રોહિત વિજય મકવાણા અને ધીરુ છગન મકવાણા પણ આવી પહોંચ્યા હતા અને ફરીયાદી કાંતાબહેન તથા તેના પતિ કિશોરને માર મારવા લાગ્યા હતા તથા ‘તમને બધાયને જીવતા મારી નાખવા છે.’ તેમ ધમકી આપીને જતા રહ્યા હતા.
ફરીયાદીને લોહી નીકળતુ હોવાથી તેની પુત્રી ઉર્મિલાએ ૧૦૮ને જાણ કરતા કાંતાબેન તેના પતિ કિશોર અને પુત્ર ઉદયને સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે ફરીયાદ નોંધાવી છે જેમાં ધીરુ છગન મકવાણા, અજય ધીરુ મકવાણા, વિજય દેવા મકવાણા અને રોહિત વિજય મકવાણાએ માર માર્યાનું અને ધમકી આપ્યાનું જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech