એલાપોઇડિયાએ કોબ્રા, મામ્બા અને કોરલ સાપનું સુપર ફેમિલી છે. અત્યાર સુધી વૈજ્ઞાનિકો માનતા હતા કે તેમનો જન્મ આફ્રિકામાં થયો હતો. કારણ કે તાન્ઝાનિયામાં આ પ્રજાતિનો એક અશ્મિ મળી આવ્યો હતો. જે લગભગ ૩.૩૯ કરોડ વર્ષ થી ૨.૩૦ કરોડ વર્ષ જુનો હતો. હવે વૈજ્ઞાનિકોને એવા અવશેષો પ્રા થયા છે જેમાં જાણી શકાય છે કે કરોડો વર્ષ પૂર્વે કોબ્રા એશિયામાં જનમ્યા હતા.
રોયલ સોસાયટી ઓપન સાયન્સ જર્નલમાં એક નવું સંશોધન પ્રકાશિત થયું છે. જેમાં એલાપોઇડિયા પ્રજાતિ સંબંધિત અન્ય સાંપોનું ડીએનએ એનાલીસીસ કરવામાં આવ્યું હતું. અવશેષોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં એશિયાની કોલ્યુબ્રોઇડિયા પ્રજાતિનો પણ સમાવેશ થાય છે.
અમેરિકન મ્યુઝિયમ આફ નેચરલ હિસ્ટ્રીના ઇવોલ્યુશનરી બાયોલોજીસ્ટ જેફરી વેઇનેલ કહે છે કે આ બે પ્રજાતિ એકબીજા સાથે કનેકટેડ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. તેઓ એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે તે જાણવા માટે જેફરી વેઈનેલ અને સાથીઓએ ૩૧૨૮ અલગ–અલગ સ્થળોએથી એલોપોઈડાની ૬૫ પ્રજાતિઓના જીનોમ એકત્રિત કર્યા. આ ઉપરાંત ૪૩૪ અન્ય પ્રજાતિઓના જીનોમ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા.
તપાસમાં જાણવા મળ્યું છે કે એલોપોઇડિયાના ૨.૮૯ કરોડથી ૪.૫૯ કરોડ વર્ષ પૂર્વે સૌથી જૂના વંશજ, કોબ્રા, મામ્બા અને કોરલ સાપની પ્રજાતિની ઉત્પત્તિ એશિયામાં થઈ હતી.. યારે કોલ્યુબ્રોઇડિયા પ્રજાતિ ૩.૧૩ થી ૪.૮૮ કરોડ વર્ષેા વચ્ચે વિકસિત થઈ. એશિયામાં સાપના અવશેષો મળી શકયા નથી કારણ કે અહીંની આબોહવા ઉષ્ણકટિબંધીય છે.
લગભગ ૩૭.૫ મિલિયન વર્ષેા પહેલા, આ સાપના પૂર્વજો એશિયા છોડીને આફ્રિકા તરફ ગયા હતા. આ પછી તેમના વંશજો ૨૪.૪ મિલિયન વર્ષેા પહેલા આફ્રિકાથી યુરોપ, આસ્ટ્રેલિયા અને અમેરિકામાં ફેલાયા. હાલમાં, વિશ્વભરમાં ઝેરી સાપની ૭૦૦ થી વધુ પ્રજાતિઓ છે. આ અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે એલોપોઇડિઆ અને કોલ્યુબ્રોઇડિયા પ્રજાતિ એકસાથે વિકસિત થઇ છે. બંને એશિયાથી આફ્રિકા પહોંચી છે. તે પણ ૧૫ જુદા જુદા સ્થળોએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech