શહેરના ગોંડલ રોડ પર પી.ડી.માલવીયા કોલેજ પાસેના વિસ્તારમાં રહેતા શખસે પોતાની ૧૨ વર્ષની સગીર સાળીને મેસેજ કરી બિભત્સ માંગણીઓ કરી હતી. સાથોસાથ આ શકશે તણીને એવી ધમકી પણ આપી હતી કે, જો આ બાબતે તું કોઈને વાત કરીશ તો હુ તારી બહેન સાથે લગ્ન તોડી નાખીશ. જેથી સગીરાએ આ બાબતે કોઈને કઈં કહ્યું ન હતું. દરમિયાન સગીરાનો મોબાઇલ તેનો ભાઈ જોઈ જતા અને તેમાં જીજાજીના આ મેસેજ જોઈ ચોંકી ઉઠો હતો. બાદમાં આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, પી.ડી.માલવીયા કોલેજ પાસેના વિસ્તારમાં રહેતા શખસ સામે તેના સાળાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેનો બનેવી તેની બાર વર્ષની બહેનને મેસેજ કરી વાતચીત કરી બિભત્સ માંગણીઓ કરતો હતો. જેથી આ મામલે પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૩૫૪ (એ) (૧, ૨, ૩) અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, સગીરા ચાર ભાઈ ત્રણ બહેનના પરિવારમાં નાની છે તેની મોટી બહેનના છ વર્ષ પૂર્વે આરોપી સાથે લ થયા હતા. છેલ્લા દોઢેક માસથી આરોપી સગીરાને મેસેજો કરી વાત કરી વિભકત માગણીઓ કરતો હતો અને સાથોસાથ એવી ધમકી પણ આપતો હતો કે જો આ બાબતે તું કોઈને કઈં કહીશ તો હત્પં તારી બહેન સાથે લ તોડી નાખીશ. જેથી સગીરાએ આ બાબતે પોતાના પરિવારને કઈ કહ્યું ન હતું. પરંતુ તેણીનો ફોન તેનો ભાઈ જોઇ જતા તેમાં જીજાજીના મેસેજ હોય જેથી તેનો ભાંડો તૂટો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech