શહેરના ભુપેન્દ્ર રોડ પર રાજેશ્રી સિનેમા નજીક ગઈકાલે રાત્રે બે જુથ વચ્ચે થયેલી માથાકુટમાં બન્ને પક્ષે એક ડઝનથી વધુ શખસો સામસામે ગુના નોંધાયા છે. એ–ડીવીઝન પોલીસે આરોપી પૈકીનાને રાઉન્ડ અપ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
સાંગણવા ચોક પાસે કોટક શેરી નં.૪માં રહેતા પાણીના ધંધાર્થી રવિ ગમારા નજીકમાં લાડલી ફેશન નામે દુકાન ધરાવતા સલમાનને ત્યાં પાણીના કેરબા મુકવા જાય છે. ગત મંગળવારે પાણીનો કેરબો મુકવા ગયો ત્યારે દિવાળી હોવાથી હિસાબ કરી દેવા કહ્યું હતું ત્યારે દુકાને બેઠેલા સલમાન, સહેજાદ, ભુરો અને રઈસે માથાકુટ કરી હતી. રવિ ત્યાંથી દોડીને ભાગી ગયો હતો. આ ડખ્ખો ગઈકાલે રાત્રે ફરી વકર્યેા હતો. જેમાં રવિ તેનો ભાઈ સુનીલ, હીરો, ગોપાલ, વિમલ ગમારા અને મનીષ ગમારા બધા ઘર પાસે રાજેશ્રી ટોકીઝ નજીક બેઠા હતા.
એ સમયે ટોળુ ધસી આવ્યું હતું અને સોડા બોટલના છૂટા ઘા કરી હત્પમલો કર્યેા હતો. વળતા થયેલા પ્રતિકારમાં ટોળામાં રહેલો એક સગીર ઘવાયો હતો. જયારે ટોળું નાસી છૂટયું હતું અને વાહનમાં તોડફોડ થઈ હતી. એ–ડીવીઝન પોલીસ પણ દોડી ગઈ હતી. ઈજાગ્રસ્ત સગીરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગઈકાલે એ–ડીવીઝન પોલીસે સગીરના પિતા કિશાનપરા ચોક નજીક રહેતા આલાભાઈ નારણભાઈની ફરિયાદના આધારે ભરવાડ જુથના સુનીલ, હીરો, ગોપાલ, વિમલ અને રવિ સામે ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં એવું જણાવાયું હતું કે, પોતાના પુત્રના મિત્ર સલમાને ફોન કરીને બોલાવતા તે સબા સાથે ગયો હતો.
રાજેશ્રી સિનેમા પાસે સબો, સલમાન, શાહરૂખ તેની સાથે અન્ય બે મિત્ર હતા. સોડા બોટલના ઘા થતાં હતા. સામે ભરવાડ શખસો ધસી આવતા સબો અને સલમાન સહિતના ભાગી ગયા હતા. જયારે પોતાનો સગીર વયનો પુત્ર ભાગી ન શકયો હતો તેના પર આરોપીઓએ પાઈપ વડે હત્પમલો કર્યેા હતો. જયારે સામેના પક્ષે મનીષ ગમારાએ સહેજાદ તેના પિતા ઉપરાંત સલમાન, ભુરો, રઈસ, સબો, શાહરૂખ અને અજાણ્યા શખસો સામે ગુનો નોંધાવ્યો હતો.
ફરિયાદમાં મુકેલા આરોપમાં મનીષનો ભાઈ રવિ પાણીનો વ્યવસાય કરે છે તેના નાણા નહીં આપવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ રાત્રીના સલમાન સહિતના ધસી આવ્યા હતા અને સોડાની બોટલોના છૂટા ઘા કરીને હત્પમલો કર્યેા હતો. સાથે એવી ધમકી આપી હતી કે, બીજીવાર દુકાને પૈસા લેવા આવતો નહીં. મનીષની ફરિયાદના આધારે પોલીસે ટોળા સામે ગુનો નોંધ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech