રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરની વિવિધ બજારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલના વપરાશ અંગે ચેકિંગ ડ્રાઇવ હાથ ધરીને ૬૨ દુકાનોમાંથી ૨.૭૩ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ–૨૦૨૧ અન્વયે કુલ રૂ.૨૩,૫૦૦નો દંડ વસુલ કર્યો હતો.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો ઉપર પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૬ પાસેથી ૧.૫૭ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.૮૪૦૦નો દંડ વસુલ્યો હતો. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો ઉપર પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૯ આસામીઓ પાસેથી ૦.૩૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.૧૦૮૫૦નો દંડ વસુલ્યો હતો. ઇસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો ઉપર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૭ આસામીઓ પાસેથી ૦.૮ કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.૪,૨૫૦નો દંડ વસુલ્યો હતો.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ ચીફ પર્યાવરણ પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી.૫ર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech