શહેરના પંચનાથ પ્લોટ અને ગોંડલ રોડ ઉપરથી જુદી જુદી બે ટોયટા ઈટિયોસ કારમાં ચોરખાનું બનાવી દાની હેરાફેરી કરતા ચાલક સહીત ત્રણને ઝડપી લઇ કારમાં છુપાવેલી ઈંગ્લીશ દારૂની બોટલ ૧૫૫ નંગ, મોબાઇલ અને બે કાર મળી કુલ .૧૨,૨૬,૯૮૫નો મુદામાલ કબ્જે કરી બે કારના ચાલક અને એક કાયદાથી સંઘર્ષીત કિશોરને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લઈ શખસોની પુછપરછમાં દારૂ ઉત્સવ નામના શખ્સનો હોવાનું ખુલતા તેને ફરાર જાહેર કરી તપાસ હાથ ધરી છે.
શહેરમાં દા–જુગારની પ્રવૃતિઓને નેસ્ટ નાબૂદ કરવા અને આવી પ્રવૃત્તિ કરતા શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સૂચનાને પગલે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયા અને પીઆઈ એમ.એલ.ડામોરની રાહબરીમાં પીએસઆઈ એમ.કે.મોવલીયા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એસએસઆઈ રણજિતસિંહ ચાલકની પુછપરછ કરતા પોતાનું નામ અતુલ નરશીભાઈ પરમાર (રહે–મોટી ટાંકી ચોક, ગવલીવાડ શેરી નં–૬)નો હોવાનું જણાવતા પોલીસે કારની સઘન તલાસી લેતા પાછળની સીટ નીચે બનાવેલા ચોર ખાનામાંથી ઈંગ્લીશ દાની જુદી જુદી બ્રાન્ડની બોટલ નગં ૭૧ મળી આવતા દાનો જથ્થો, બે મોબાઈલ અને કાર સહીત ૫,૯૯,૯૦૧નો મુદામાલ કબ્જે કરી ચાલક અશોકની અટકાયત કરી આકરી પુછપરછ કરતા આ દા હરિયાણાથી મગાવ્યો હતો અને બીજો દા હજુ અન્યે એક કારમાં આવી રહ્યો હોવાનું જણાવતા પોલીસે કારની વિગત મેળવી ટ્રેસ કરતા આ કાર કુવાડવા હાઇવે પર ક્રિષ્ના વોટર પાર્ક પાસે ઉભી હોવાનું જાણવા મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે જીજે–૧૮–એ–એકસ–૫૭૮૮ નંબરની કારને આંતરી તલાસી લેતા તેમાં પણ ચોરખાનામાં છુપાવેલી જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દાની બોટલ નગં ૮૪ મળી આવતા દા, બે મોબાઈલ અને કાર સહીત .૬,૨૭,૦૮૪ નો મુદામાલ કબ્જે કરી કાર ચાલક કિશોર દેવભાઈ સોમાણી (રહે–કુંતાસી ગામ, તા.મોરબી) અને તેની સાથે કાયદાથી સંઘર્ષીત બાળ કિશોરની અટકાયત કરી હતી.
દારૂ કોને મગાવ્યો હતો અને કોને આપવાનો હતો એ દિશામાં પોલીસે તપાસ કરતા આ દા રાજકોટમાં રહેતો ઉત્સવનો હોવાનું અને તેણે અશોક સાથે ભાગીદારીમાં હરિયાણાથી જ કારમાં ભરાવ્યો હતો અને પોતે પાછળથી બસમાં બેસીને આવતો હોવાનું ખુલ્યું હતું. દા સ્થળ પર પહોંચે એ પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ દા ઉત્સવ નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech