જામનગરમાં પંચવટી સોસાયટી વિસ્તારમાંથી સાયકલ પર જઇ રહેલા એક પ્રૌઢ ને પુર ઝડપે આવી રહેલા બાઈક ચાલકે ઠોકરે ચડાવી ઇજા પહોંચાડતાં તેઓનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શાંતિનગર શેરી નંબર -૬ ના છેડે રહેતા રાજેન્દ્રસિંહ જાડેજા નામના ૫૪ વર્ષના પ્રૌઢ કે જે ઓ ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં પોતાની સાઇકલ લઈને પંચવટી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન ભૂતિયા બંગલા પાસે આવી રહેલા જી.જે.-૩ ડીએચ ૫૬૮૧ નંબરના બાઈક ના ચાલકે તેઓને અડફેટમાં લઈ લીધા હતા. જેથી ગંભીર ઇજા થતાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ સિટી બી. ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતાં પોલીસે ઉપરોક્ત બાઈક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech