રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદએ આજે સરપ્રાઈઝ વિઝીટ કરી હતી અને હોસ્પિટલની કાર્યપધ્ધતિનું નિરીક્ષણ કર્યું હતું. ઓપીડી બિલ્ડીંગ તેમજ પીએમએસએસવાય બ્લોકમાં જુદા જુદા વિભાગોમાં જઈ સારવાર સહિતની બાબતે માહિતી મેળવી હતી. ખાસ કરીને ઓપરેશન થિયેટર તેમજ દર્દીઓના એક્ઝામીનીએશન તપાસ થતી હોય ત્યાં પણ નિરીક્ષણ કરવાંમાં આવ્યું હતું. ઓપીડી બિલ્ડીંગમાં દર્દીઓને આભા કાર્ડ માટેની કામગીરી સરળ બને તે અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બાદમાં સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસ ખાતે એક ટૂંકી મીટીંગ યોજી જરૂરી ચર્ચા કરી હતી. જો કે સિવિલ હોસ્પિટલમાં એક્ઝામિનેશન રૂમ કે ઓટીમાં સરકારના આરોગ્ય વિભાગના નિયમ મુજબ એક પણ જગ્યાએ સીસીટીવી લગાવવામાં આવ્યા ન હતા. ડીડીઓની વિઝીટ દરમિયાન સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાએ તમામ માહિતી પુરી પાડી હતી અને તેમની સાથે સિનિયર આરએમઓ ડો.એમ.સી.ચાવડા, આરએમઓ ડો.હર્ષદ દૂસરા, વહીવટી વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સાથે રહ્યા હતા.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, હંમેશની માફક ઘટના બાદ જ તેમાંથી બોધપાઠ લઇ સરકાર દ્વારા કાર્યવાહીના આદેશ કરી ફરી પાણીમાં બેસી જતી હોય છે, રાજકોટની પાયલ હોસ્પિટલના એક્ઝામિનેશન રૂમ કે જ્યાં મહિલાઓની જાતીય તપાસ થતી હતી ત્યાં રાખવામાં આવેલા સીસીટીવી હેક કરી સાયબર ગઠિયાઓએ યુ ટ્યુબ-ટેલિગ્રામ ચેનલમાં મુકવામાં આવ્યા હતા. મહિલાઓ માટે શર્મશાર ગણાતા આ ગંભીર બનાવ બાદ રાજ્યનું આરોગ્ય તંત્ર જાગ્યું હતું અને સરકારી, પ્રાઇવેટ હોસ્પિટલ તેમજ આરોગ્ય સાથે સંકળાયેલી નર્સીંગ હોમ સહિતની જગ્યામાં આવેલા એક્ઝામિનેશન અને ઓટી રૂમમાં ચેકીંગ હાથ ધરવા માટેના આદેશો આપવામાં આવ્યાં હતાં. જેને અનુલક્ષીને પણ સંભવિત ડીડીઓએ વિઝીટ લીધી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech