ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે રહેતા રાણાભાઈ આલાભાઈ બાંભવા નામના 39 વર્ષના યુવાનને છેલ્લા આશરે બે વર્ષથી લીવરની બીમારી હોય, દરમ્યાન શુક્રવારે સવારે તેમનું આ બીમારી સબબ મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના ભાઈ રમેશભાઈ આલાભાઈ બાંભવાએ અહીંની પોલીસને કરી છે.
દ્વારકામાં કરિયાવર બાબતે બોલાચાલી કરીને પરણીતાને ત્રાસ આપતા સાસરિયાંઓ સામે ફરિયાદ
દ્વારકામાં હાલ નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતી અને દાઉદભાઈ હાજીભાઈ ચૌહાણ ની 22 વર્ષની પરિણીત પુત્રી ફરાનાબેન નિઝામુદ્દીન ખુરેશીને તેણીના લગ્ન જીવન દરમિયાન કરિયાવર બાબતે મેણા ટોણા મારી, મારકૂટ કરવા પતિ નિઝામુદ્દીન, સાસુ જુલુબેન સસરા સુલતાન મામદ ખુરેશી અને નણંદ અનિશાબેન ઈમ્તિયાઝ ઓસમાણ ગજણ સામે દ્વારકા પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
દ્વારકામાં નાલ ઉઘરાવી ચાલતા જુગારધામમાંથી ત્રણ ઝડપાયા, એક ફરાર
દ્વારકા તાબેના નવી મઢી ગામે રહેતા હરેશ માયાભાઈ મુન નામના શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી અને નાલ ઉઘરાવી, પોતાના રહેણાંક મકાનમાં ચલાવતા જુગારના અખાડામાંથી પોલીસે હરેશ માયા મુન, આલી કરીમ મુસાણી અને નથુ ભીખા ભાટિયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ, ત્રણ નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 42,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમ્યાન વેરાવળના રહીશ કાદર સનફીશ નામનો શખ્સ કરાર થઈ ગયો હતો. જે અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech