ભાવનગરના દિવ્યાંગ ખેલાડી અલ્પેશભાઈ સુતરીયાએ પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ ૨૦૨૫માં ક્લાસ વન કેટેગરીમાં સિલ્વર મેડલ, મિક્સ ડબલ ૭ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ અને મેન્સ ડબલ ૪ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ તેમજ તેમના પત્ની સંગીતાબેન સુતરીયા એ સિંગલ્સ ક્લાસ ૪ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ અને મિક્સ ડબલ ૭ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવતા દંપતીએ કુલ પાંચ મેડલ મેળવીને ભાવનગરનું નામ રોશન કર્યું છે.
ભાવનગરના અલ્પેશ સુતરીયા ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે તેઓ ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ સિલ્વર મેડાલીસ્ટ છે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તેમજ ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશનના સહયોગથી પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ ૨૦૨૫ સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ, વડોદરા ખાતે તા.૧૭ માર્ચ થી ૨૩ માર્ચ સુધી યોજાઇ હતી.
જેમાં અલ્પેશ સુતરીયા એ ક્લાસ વન કેટેગરીમાં સિલ્વર મેડલ, મિક્સ ડબલ ૭ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ અને મેન્સ ડબલ ૪ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ તેમજ સંગીતાબેન સુતરીયા એ સિંગલ્સ ક્લાસ ૪ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ, અને મિક્સ ડબલ ૭ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવી, ભાવનગર જિલ્લાના પેરા ટેબલ ટેનિસ પ્લેયર તરીકે બંને પતિ પત્નીએ કુલ પાંચ મેડલ પ્રાપ્ત કરી ભાવનગરનું નામ રોશન કરેલ છે
પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ ૨૦૨૫ ટુર્નામેન્ટમાં ૩૫૦ દિવ્યાંગ ખેલાડીઓ એ ભાગ લીધો હતો અને પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું જેમાં અલ્પેશ સુતરીયાએ ફાઈનલમાં તમિલનાડુના જે. ડી. મદાન ને, ડિસાઇડરમાં ૮-૧૧ થી સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ અને સંગીતા સુતરિયાએ ભાવીના પટેલ સામે સેમિફાઇનલમાં ૦-૩ પોઇન્ટ મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
તેમની આ સિદ્ધિ બદલ પોસ્ટલ પરીવાર તેમજ અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર અને પરફેક્ટ ફાઉન્ડેશન દ્વારા તેઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે અને આગામી દિવસોમાં ૨૫ માર્ચ ૨૦૨૫ થી તેઓ બંને ખેલો ઇન્ડિયા પેરા ગેમ ૨૦૨૫માં ભાગ લેવા દિલ્હી જઈ રહ્યા છે અને ત્યાં પણ તેઓ મેડલ જીતીને દેશનું નામ રોશન કરશે તેવી દંપત્તિએ આશા વ્યકત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech