સમાજમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી સરકાર દ્વારા "પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ, ૧૯૯૪" દ્વારા ઘડવામાં આવેલ છે. પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ,૧૯૯૪ નું જિલ્લા દેવભૂમિ દ્વારકામાં ક્ષતિરહિત અમલીકરણ થાય તે હેતુથીસામાજીક કાર્યકર ડો.કાશ્મિરાબેન રાયઠઠાના અધ્યક્ષ સ્થાને જિલ્લા એડવાઈઝરી કમિટીની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં હોસ્પિટલોના રીન્યુઅલ રજીસ્ટ્રેશન, સોનોગ્રાફી મશીનના રજિસ્ટ્રેશન અને તબીબોને સોનોગ્રાફી મશીનના ઉપયોગ કરવા માટે મળેલ અરજીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સોનોગ્રાફી સેન્ટરોની સ્થળ તપાસણી અંગે રજુ કરેલ અહેવાલો વંચાણે લઈ સોનોગ્રાફી સેન્ટર ખાતે એકટના અમલીકરણ તેમજ જિલ્લાના જાતિ પ્રમાણદર બાબતે સમિક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા એડવાઈઝરી સમિતિના સભ્યો તેમજ જનરલ હોસ્પિટલ-ખંભાલીયાના તબીબી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech