વાળને સ્વસ્થ રાખવા માટે તેની યોગ્ય કાળજી લેવી જરૂરી છે. આજકાલની ભાગ-દોડની જીવનશૈલીમાં પુરતી કાળજી રાખવાનો સમય મળતો નથી અને વાળ શુષ્ક થવા લાગે છે. સ્પ્લિટ એન્ડ્સને કારણે વાળનો ગ્રોથ અટકે છે. કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને સ્પ્લિટ એન્ડ્સની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. ખાસ વાત એ છે કે આ બધી વસ્તુઓ આપણા ઘરમાં જ હોય છે.
એલોવેરા
વાળની સંભાળ રાખવા માટે એલોવેરા જેલ લગાવી શકો છો. તેમાં ઘણા એન્ટીઑકિસડન્ટો હોય છે, જે વાળને ઊંડે હાઇડ્રેટ કરે છે. એલોવેરાને રાત્રે સૂતા પહેલા પણ વાળમાં લગાવી શકો છો. આ ઉપરાંત વાળ ધોયા પછી એલોવેરા જેલ લગાવો તો પણ તે ખૂબ જ ફાયદાકારક છે.
નાળિયેર તેલ
સ્પ્લિટ એન્ડ્સની સમસ્યાથી બચવા માટે નારિયેળ તેલ પણ લગાવી શકો છો. નારિયેળ તેલમાં એન્ટીઓક્સીડેન્ટ સહિત અનેક કુદરતી ગુણો જોવા મળે છે. આ વાળને મોઈશ્ચરાઈઝ કરવામાં ઘણી મદદ કરે છે. નહાવાના બે કલાક પહેલા નારિયેળ તેલની માલિશ કરી શકો છો. જેના કારણે વાળ ચમકદાર થવા લાગે છે.
બનાના માસ્ક
જો તમારા વાળ ખૂબ જ ડ્રાય છે તો બનાના માસ્ક લગાવો. તેનાથી વાળમાં ચમક તો આવશે જ પરંતુ તે તમારા વાળને મોઇશ્ચરાઇઝ પણ કરશે.
ઓનિયન ઓઈલ
ડુંગળીનું તેલ સ્પ્લિટ એન્ડ્સને ઘટાડવામાં પણ મદદ કરે છે. તેનાથી વાળમાં ભેજ જળવાઈ રહે છે. આ તેલ લગાવવાથી વાળ ડ્રાય થવાની સમસ્યા નથી થતી. તેને ઘરે પણ તૈયાર કરી શકાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech