પોતાને સ્વસ્થ રાખવા માટે લોકો સવાર કે સાંજ ચાલવાનું પસંદ કરે છે. આ એક એવી કસરત છે જે તમારા શરીરને માત્ર લાભ આપે છે. પણ જો તમે ઊંધા ચાલીને કસરત કરો તો? અત્યારે લોકોમાં રિવર્સ વૉકિંગનો ટ્રેન્ડ શરૂ થયો છે. શું રિવર્સ વૉકિંગથી ખરેખર કોઈ સ્વાસ્થ્ય લાભ થાય છે?
રિવર્સ વૉકિંગથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. આજકાલ લોકોમાં આ ટ્રેન્ડ વધી રહ્યો છે એટલું જ નહીં તેના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે. નિષ્ણાતો એમ પણ માને છે કે આ બિનપરંપરાગત કસરત તમારા શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરે છે.
રિવર્સ વૉકિંગમાં, ફોરવર્ડ વૉકિંગની સરખામણીમાં વિવિધ સ્નાયુ સક્રિય થાય છે. તે, ક્વૉડ્સ અને હેમસ્ટ્રિંગ્સ પર દબાણ લાવે છે, જે વર્કઆઉટને સંતુલિત કરે છે અને શરીરના સ્નાયુઓને ટોન અને મજબૂત બનાવે છે. આ કસરત એથ્લીટ્સ અને ફિટનેસ ફ્રીક્સ માટે અત્યંત ફાયદાકારક છે.
રિવર્સ વોકથી વધે છે એકાગ્રતા
રિવર્સ વૉકિંગ સંતુલન અને સંકલન સુધારે છે. પાછળની તરફ ચાલતી વખતે એકાગ્રતા અને જાગૃતિ રાખવી પડે છે. આ એકાગ્રતા પડવાનો ડર ઘટાડે છે. લોકોને માનસિક રીતે ખૂબ જ મજબૂત બનાવે છે.
અભ્યાસ મુજબ, આગળ ચાલવા કરતાં પાછળ ચાલવાથી હૃદયના ધબકારા ઝડપથી વધે છે. આ કસરત હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે અને ઝડપથી કેલરી બર્ન કરીને વજનને પણ નિયંત્રિત કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech