૫૦૦ વર્ષ પછી રામલલા અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થયા છે. સોમવારે આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દેશભરમાં તેમજ વિદેશોમાં જોવા મળ્યો હતો. દુબઈ સ્થિત વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફાએ તેના ડિસ્પ્લેમાં ભગવાન રામની તસવીર લગાવી છે.
આ સિવાય ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે અમેરિકાના ન્યૂયોર્કમાં ટાઇમ્સ સ્કવેર ખાતે ભગવાન રામની તસવીરો અને અયોધ્યાના ભવ્ય રામ મંદિરની ૩ડી તસવીરો ડિસ્પ્લે કરવામાં આવી હતી. ઉપરાંત, રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા, ઓવરસીઝ ફ્રેન્ડસ ઓફ રામ મંદિરના સભ્યોએ ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેરમાં લાડુનું વિતરણ કર્યું હતું અને લોકોને આ સમારોહમાં હાજરી આપવા માટે અપીલ કરી હતી.
ન્યૂયોર્ક ટાઈમ્સ સ્કવેર, વોશિંગ્ટન, ડીસી, એલએ, સાન ફ્રાન્સિસ્કો, ઈલિનોઈસ, ન્યુ જર્સી, જ્યોર્જિયા અને બોસ્ટન સહિત સમગ્ર અમેરિકામાં ઉજવણી થઈ. આ સિવાય અમેરિકામાં વિશ્વ હિન્દુ પરિષદે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા 'સમારોહના અવસરે ગોલ્ડન ગેટ બ્રિજ પર કાર રેલીનું આયોજન કર્યું હતું. મેકિસકોને રામ મંદિરના પમાં દેશનું પ્રથમ મંદિર પણ મળ્યું છે. મેકિસકોમાં બનેલા આ રામ મંદિરનું ઉધ્ઘાટન અમેરિકાથી આવેલા પૂજારીએ કયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech