રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા બાકી મિલકત વેરો વસુલવા સોની બજારમાં આવેલ જે.પી.ટાવરના સેકન્ડ ફ્લોર શોપ નં-૧૧ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૮૩,૦૦૦, સોની બજારમાં આવેલ અન્ય બે યુનિટ સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૧૮ લાખ, સોની બજારમાં આવેલ જે.પી.ટાવરના ફોર્થ ફ્લોર ઉપર આવેલ શોપ નં.૫૦ સીલ, સોની બજારમાં આવેલ અન્ય ૪ યુનિટ સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૨.૨૮ લાખ થઇ હતી. રિકવરી ડ્રાઇવ અંતર્ગત શહેરમાં
કુલ ૭ મિલક્તોને સીલ મારેલ તથા અન્ય ૧૦ મિલકતોને સીલની કાર્યવાહી કરતા કુલ રૂા.૬૨.૧૭ લાખની વેરા વસુલાત થઇ હતી. જ્યારે સાત બાકીદારોના નળ જોડાણ કપાત કરવામાં આવ્યા હતા.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાંચના અધિકારી સૂત્રોએ રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં.૧માં ઘંટેશ્વરમાં આવેલ ૪-નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂ.૫.૭૦ લાખ, વોર્ડ નં-૫માં આર્યનગર મેઇન રોડ પર આવેલ શેરી નં.૧ માં નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂ.૫૦,૦૦૦નો ચેક આપેલ, કુવાડવા રોડ ઉપર આવેલ ૧ નળ કનેક્શન કપાત, કુવાડવા રોડ પર આવેલ ૧ નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂ.૫૪,૭૦૦, વોર્ડ નં.૭માં કેનાલ રોડ પર આવેલ ૩-યુનિટને સીલ, વોર્ડ નં-૧૪માં નવા કુંભારવાડામાં ૨-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૧.૭૭ લાખ, સોરઠીયાવાડીમાં આવેલ આરજૂ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-૭ સીલ, વોર્ડ નં-૧૮માં ઢેબર રોડ પર વિશ્વકર્મા સોસાયટીમાં ૧-યુનિટને સીલ, ૮૦ ફૂટ રોડ પર આવેલ સ્વાતી પાર્કમાં આવેલ ૧ યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૬૩,૦૦૦નો ચેક આપેલ, ઢેબર રોડ ઉપર આવેલ ૧ યુનિટને સીલ સામે કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૭૩,૫૦૦નો ચેક આપેલ,
કૃષ્ણ નગરમાં આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૮૦,૩૧૫, ઢેબર રોડ ઉપર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૦૨ લાખનો ચેક આપેલ,
નહેરૂ નગર ઇન્ડ એરીયામાં ૧ યુનિટને સીલ સીલ કરવા સહિતની કાર્યવાહી કરાઇ હતી. ઉપરોક્ત કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર સહિતના સ્ટાફ દ્વારા કરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech