રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સઘં લિમિટેડના બોર્ડ ઓફ ડિરેકટરર્સની સાત બેઠકોની ચૂંટણીનો કાર્યક્રમ સંઘના ચૂંટણી સત્તાધિકારી તથા રાજકોટ શહેર સ્ટેમ્પ ડૂટીના નાયબ કલેકટર ડી.વી. વાળા દ્રારા કરવામાં આવ્યો છે.
ડી.વી. વાળાએ જારી કરેલા હત્પકમ મુજબ, માલ પાંતર મંડળીઓના મતદાર વિભાગની એક બેઠકની ચૂંટણી યોજાશે. યારે ખેતી વિષયક અને સેવા સહકારી મંડળીઓના મતદાર વિભાગની છ બેઠકની ચૂંટણી યોજાશે. જેમાં વિભાગ–૧માં ગોંડલ, કોટડા સાંગાણી, લોધિકા તાલુકાની સહકારી મંડળીઓની એક બેઠક, વિભાગ–૨માં જસદણ, વિંછિયા, રાજકોટની એક બેઠક, વિભાગ–૩માં જેતપુર, જામ કંડોરણાની એક બેઠક, વિભાગ–૪માં ધોરાજી, ઉપલેટાની એક બેઠક, વિભાગ–૫માં મોરબી, ટંકારા તાલુકાની એક બેઠક, વિભાગ–૬માં વાંકાનેર, પડધરી, માળિયા તાલુકાની એક બેઠકનો સમાવેશ થાય છે. આમ કુલ સાત બેઠકોની ચૂંટણી થશે.
આ ચૂંટણી માટે ૧૦થી ૧૫મી ફેબ્રુઆરી દરમિયાન, સવારે ૧૧થી ૧૫ કલાક સુધીમાં, રાજકોટ દક્ષિણ મામલતદાર કચેરી ખાતેથી ઉમેદવારી પત્રો મેળવી શકાશે તથા રજૂ કરી શકાશે. આ જ દિવસોમાં રોજ બપોરે ૧૫ કલાક પછી મળેલા ઉમેદવારીપત્રોની યાદી પ્રસિદ્ધ કરાશે.
૧૭મી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. માન્ય ઉમેદવારી પત્રોની યાદી ૧૮મી ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થશે. ૧૯ તથા ૨૦ ફેબ્રુઆરી દિવસ દરમિયાન ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. ૨૧મી ફેબ્રુ.એ હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરાશે.
મતદાન જરી હોય તો, ૩ માર્ચના રોજ સવારે ૯થી બપોરે ૧૩ કલાક સુધીમાં રાજકોટ દક્ષિણ મામલતદારની કચેરી ખાતે થશે.મતગણતરીની કાર્યવાહી ૩ માર્ચના રોજ બપોરે ૧૫ કલાકથી શ થશે. આ મતગણતરી પૂર્ણ થયા બાદ તુરતં જ મતદાનનું પરિણામ જાહેર કરાશે. ચૂંટણી અંગેની તમામ કામગીરી જાહેર રજાના દિવસો સિવાયના દિવસોમાં થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech