પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના વિલાસપુર ગામના રહીશ કરશનભાઈ નવઘણભાઈ ચાવડા નામના 35 વર્ષના યુવાને આજથી આશરે એકાદ વર્ષ પૂર્વે ભાણવડ તાલુકાના મેવાસા ગામે રહેતા કરસનભાઈ નથુભાઈ રાવલિયાની પુત્રી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નના આશરે છ માસ બાદ દંપતિ વચ્ચે મનમેળ ન થતા તેઓના છૂટાછેડા થઈ ગયા હતા.
આ બાબતનું મનદુઃખ રાખીને આરોપી કરસનભાઈ તેમજ લાખાભાઈ નથુભાઈ રાવલિયાએ તેઓનો સમાન ઈરાદો પાર પાડવા ગઈકાલે સોમવારે ભાણવડના વેરાડ નાકા વિસ્તારમાં ફરિયાદી કરસનભાઈ તથા તેમના પિતાને મોટરસાયકલના સાયલેન્સર તેમજ સાયલેન્સરની ભૂંગળી વડે બેફામ માર મારી, ગાળો કાઢી હતી. જે અંગે બંને આરોપીઓ સામે ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech