જેતપુરના નવાગઢમાં પ્રેમ પ્રકરણમાં યુવકને રસ્તામાંથી આંતરી બેફામ મારમારી બાઇકમાં બેસાડીને ઘર નજીક ચોકમાં જાહેરમાં યુવતિના પિતા, કાકા સહિતના શખ્સોએ ધોકા, પાઇપ વડે તૂટી પડતા યુવકને હાથમાં ફેકચર સહિતની ઇજા થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
બનાવની પ્રા વિગત મુજબ નવાગઢના હત્પસેની ચોક પાસે રહેતો અને ખજૂરી ગુંદાળા પાસે નોનવેજની કેબીન ધરાવતો સમીર આબિદભાઈ ખેરાણી (ઉ.વ.૨૧)નામનો યુવક ગઈકાલે રાત્રે કેબીન બધં કરી ઘરે આવતો હતો ત્યારે ખીરસરા રોડ પર ચારેક શખસોએ ધોકા વડે મારમારી યુવકને મોટરસાઇકલમાં બેસાડીને ઘર નજીક ઇલાહી ચોકમાં લઇ જઈ ત્યાં સલીમ, અલ્તાફ, મહેબૂબ અને અજાણ્યા શખ્સો સહિતનાએ જાહેરમાં ધોકા–પાઇપ વડે આડેધડ મારમારતા કોઈએ પરિવારને જાણ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને યુવકને છોડાવી સારવાર માટે પ્રથમ જેતપુર અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાથમાં ફેકચર સહિતની ઈજાઓ થઇ હતી . બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર તાલુકા પોલીસને જાણ કરી હતી.
યુવક બે ભાઈ એક બહેનમાં નાનો છે, હોસ્પિટલના બિછાને રહેલા સમીરએ જણાવ્યું હતું કે, પોતે ગઈકાલે રાત્રે નોનવેજની કેબીન બધં કરી બાઈક લઈને ઘરે આવતો હતો ત્યારે ખીરસરા રોડ ઉપર સારગં પુલ પાસે બે શખસો હાથમાં ધોકા લઈને ઉભા હતા તેને મદદની જર હોવાનું મને લાગતા મેં બાઈક ઉભી રાખી હતી. એવામાં બીજા ત્રણેક જણા બાવળની ઝાડીમાંથી આવતા પાંચેય શખ્સોએ મળી ધોકા અને ઢીકાપાટુનો મારમારી મને બીજી બાઇકમાં વચ્ચે બેસાડી મારી બાઈક શખ્સે હંકારી ઘર નજીક આવેલા દલાઈ ચોક ખાતે લઇ આવ્યા હતા ત્યાં ગામમાં જ રહેતા સલીમભાઈ તેનો ભાઈ અલ્તાફભાઈ, કૌટુંબિક મહેબૂબ અને અજાણ્યા પાંચથી દશ શખ્સો ઉભા હતા એ બધાએ મળી ધોકા–પાઇપ વડે કેટલીક વાર સુધી બેફામ મારમાર્યેા હતો. મેં બૂમો પાડતા માણસો ભેગા થઇ જતા કોઈએ મારા ઘરે જાણ કરતા મારા પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને વધુ મારથી છોડાવ્યો હતો. મૂંઢ ઇજા થતા પ્રથમ જેતપુર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડો હતો અહીં હાથમાં ફેકચર હોવાનું નિદાન થયું હતું.
હુમલા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે, સલીમભાઈની પુત્રી સુમેરા પ્રસંગમાં ભેગી થતી હોવાથી અમારા બંને વચ્ચે મિત્રત્તા થતા તેણીએ સ્નેપચેટમાં મેસેજ કર્યેા હતો. જો કે હુ સ્નેપ ચેટનો ઉપયોગ કરતો ન હોવાથી આ મેસેજ ઘણા દિવસો પછી વાંચ્યો હતો. અને મેં રિપ્લે કર્યેા હતો. એ પછી અમે બંને વાતચીત કરતા હતા. સુમેરામાં લની વાત થતી હતી ત્યારે તેણીએ ઘરમાં કહયું હતું કે મારે સમીર સાથે લ કરવા છે બીજે કયાંય નહીં કં આ વાત કરતા પરિવારે સુમેરાને પણ મારમાર્યેા હતો. અને સમીર સાથે લની વાત કરી તો તેને પણ મારી નાખીશું કહી બીવડાવી હતી. બાદમાં પરિચિત મારફતે મને કહેડાવ્યું હતું કે, સુમેરાનાં ફોટા કે કોલ રેકોડિગ કાંઈ હોઈ તો સમીરને કેજો ડીલીટ કરી નાખે. આ બધી વાતચીત ચાલતી હતી ત્યાં ગઈકાલે હત્પમલો કર્યેા હતો. જેતપુર તાલુકા પોલીસે યુવકનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech