મુંબઈના વર્સોવાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મમેકર મનીષ ગુપ્તા સામે પોતાના ડ્રાઇવર પર ચાકૂથી જીવલેણ હુમલો કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ખુદ મુંબઈ પોલીસે આ વિશે જાણકારી આપતા કહ્યું કે, પગારના કારણે થયેલા વિવાદ બાદ આ ઘટના બની હતી. જોકે, કેસ દાખલ થયા બાદ હજુ સુધી ફિલ્મમેકરની ધરપકડ કરવામાં નથી આવી.
વર્સોવા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ગુરૂવારે (5 જૂન) સાંજે સાગર સંજોગ બિલ્ડિંગમાં મનીષ ગુપ્તાના ઘરે થઈ હતી. ફિલ્મમેકરે કથિત રૂપે તેને ત્યાં ત્રણ વર્ષથી કામ કરતા ડ્રાઇવર રાજીબુલ ઇસ્લામ લશ્કર પર ચાકૂથી હુમલો કર્યો હતો. આ મામલે ફિલ્મમેકર પર ભારતીય ન્યાય સંહિતાની કલમ 118 (2), 115 (2) અને 352 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
જોકે, હજુ સુધી ફિલ્મમેકરની ધરપકડ કરવામાં નથી આવી. ડ્રાઇવર લશ્કરના વકીલ અલી કાશિફ ખાન દેશમુખે ફિલ્મમેકરની જલ્દીથી જલ્દી ધરપકડની માંગ કરી છે.
મળતી માહિતી મુજબ, ડ્રાઇવરે પોતાની ફરિયાદમાં લખાવ્યું કે, 'હું ફિલ્મમેકર મનીષ ગુપ્તાને ત્યાં છેલ્લાં ત્રણ વર્ષથી કામ કરી રહ્યો હતો. મને દર મહિને 23 હજાર રૂપિયા પગાર આપવામાં આવતો. જોકે, ફિલ્મમેકરે મને ક્યારેય સમયસર પગાર નથી આપ્યો અને એક દિવસ અચાનક કામ પરથી કાઢી મૂક્યો અને મારા બાકીના પૈસા પણ ન આપ્યા. જ્યારે હું બાકીનો મારો પગાર માંગવા ગયો તો મને પૈસા ન આપ્યા અને બાદમાં બોલાચાલી થઈ. આ વિવાદ એટલો વધી ગયો કે, મનીષ ગુપ્તાએ મારા પર ચાકુથી હુમલો કર્યો અને બાદમાં હું ઈજાગ્રસ્ત થઈ ગયો. મને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવો પડ્યો, જ્યાં મારી સારવાર કરવામાં આવી.'
મનીષ ગુપ્તા એક સ્ક્રીન રાઇટર અને ડિરેક્ટર છે, જેણે અનેક બોલિવૂડ ફિલ્મો બનાવી છે. તે હંમેશા સસ્પેન્સ-થ્રિલર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. થોડા સમય પહેલાં તેમણે એક્ટ્રેસ રવીના ટંડન સાથે મળીને ક્રાઇમ થ્રિલર ફિલ્મ 'વન ફ્રાઇડે નાઇટ' બનાવી હતી, જે વર્ષ 2013માં રીલિઝ થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech