તાજેતરમાં સલમાન તેની ફિલ્મ સિકંદરના શૂટિંગ માટે હૈદરાબાદ ગયો હતો. મિડિયા સુત્રોને મળેલી માહિતી અનુસાર સલમાને હૈદરાબાદમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. સલમાન હૈદરાબાદમાં ફિલ્મ સાથે સંબંધિત કેટલાક દ્રશ્યોનું શૂટિંગ કરી રહ્યો હતો, જેમાં એક ગીત પણ સામેલ હતું જેને ફરાહ ખાને કોરિયોગ્રાફ કર્યું છે.
ભાઈજાન સલમાન ખાન બહુ જલ્દી પોતાની ફિલ્મ 'સિકંદર' લઈને આવી રહ્યા છે. સલમાન ઘણા સમયથી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ સલમાન તેની ફિલ્મ સિકંદરના શૂટિંગ માટે હૈદરાબાદ આવ્યો હતો. મળેલી માહિતી અનુસાર, સલમાને હૈદરાબાદમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. સલમાન હૈદરાબાદમાં ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક સીન્સનું શૂટિંગ કરી રહ્યો હતો, જેમાં એક ગીત પણ સામેલ હતું.
રવિવારે હૈદરાબાદના શેડ્યૂલને સમાપ્ત કર્યા પછી સલમાન ટૂંક સમયમાં ફિલ્મના ડિરેક્ટર સાથે ફિલ્મના બાકીના દ્રશ્યોનું શૂટિંગ કરશે. બાકીના દ્રશ્યો તે મુંબઈ અને પોલેન્ડમાં શૂટ કરશે. સલમાન હૈદરાબાદના તાજ ફલકનુમા પેલેસમાં એક ગીતનું શૂટિંગ કરી રહ્યો હતો, જેને ફરાહ ખાને કોરિયોગ્રાફ કર્યો છે. આ ફિલ્મમાં સલમાન સાથે સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદન્ના પણ સામેલ છે. આ ફિલ્મ વર્ષ 2025માં ઈદના સમયે રિલીઝ થશે.
સલમાને ગયા અઠવાડિયે ફિલ્મના શૂટિંગના કારણે તેના રિયાલિટી શો 'બિગ બોસ'નું શૂટ પણ કેન્સલ કર્યું હતું. આ અઠવાડિયે 'વીકેન્ડ કા વાર'ના એપિસોડમાં 'બિગ બોસ'ના દર્શકોને સલમાનની ગેરહાજરીમાં શો સંભાળનારા નિર્દેશક રોહિત શેટ્ટી અને નિર્માતા એકતા કપૂર જોવા મળ્યા. અહેવાલો અનુસાર સલમાન આ અઠવાડિયે શુક્રવારે મુંબઈના ફિલ્મ સિટીમાં તેનો એપિસોડ શૂટ કરશે જે બાદમાં શનિવાર અને રવિવારે પ્રસારિત થશે.
'બિગ બોસ'ના શૂટ સિવાય સલમાન તેની બાકીની બ્રાન્ડ કમિટમેન્ટ્સ પણ પૂર્ણ કરશે. બ્રાન્ડ શૂટ પછી સલમાન તેના 'ધ બેંગ ટૂર' શો માટે દુબઈ જવા રવાના થશે જે 7મી ડિસેમ્બરે યોજાવાનું છે. આ વખતે સલમાન સાથે વિક્રાંત મેસી અને રાશિ ખન્ના પણ વીકેન્ડ કા વારમાં હાજર રહેશે, જેઓ તેમની આગામી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ના પ્રમોશન માટે આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech