ધોરાજી પાસે આવેલ સુપેડી ગામ પાસે બપોરે પુરપાટ ઝડપે આવી રહેલ બોલેરો કારે રોડ ક્રોસ કરી રહેલા ભાવી ડોકટરને અડફેટે લેતા તેને ઘટનાસ્થળે જ મોત થતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માત સર્જી બોલેરો ચાલક પોલીસ મથકે હાજર થઈ જતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રા વિગતો મુજબ ગઈકાલે બપોરે ધોરાજીથી પુરપાટ ઝડપે કેરીના ખોખા ભરીને આવી રહેલ જીજે૧૧વીવી ૫૪૭૨ નંબરના બોલેરો ચાલકે સુપેડી ગામ પાસે સુપેડી ઈવા આયુર્વેદ કોલેજમાં બીએએમએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ભાવિ ડોકટર વાળા અક્ષીતા જીવરાજભાઈ ઉ.વ.૧૯ જાતે દલીત પોતાના ગામથી સુપેડી પહોંચ્યા બાદ બસમાંથી ઉતરી રોડ ક્રોસ કરતી હતી ત્યારે બોલેરોની અડફેટે ચડી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભયુ મોત થયું હતું. તેના મૃતદેહને ઉપલેટા કોટેઝ હોસ્પિટલે પીએમ માટે લઈ જવામાં આવી હતી.
જયારે બોલેરો ચાલક ડરના કારણે ભાગી ધોરાજી પોલીસ સ્ટેશને હાજર થયો હતો. યુવાન દિકરીનું મોત થતાં ફરવા ગયેલા માતા–પિતા ઉપર વ્રજઘાત બન્યો હતો. ઉપલેટા સરકારી હોસ્પિટલે અક્ષીતાના માતા–પિતા આવતા દિકરીના મૃતદેહને જોઈ હૈયાફાટ રૂદન કયુ હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં ઉપલેટાના દલીત આગેવાન બાલા સાંડપા તેમજ ઈવા કોલેજના સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો. સમગ્ર ઘટનાની તપાસ પીઆઈ એલ.આર.ગોહીલ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech