ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હજારો ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આયોગે વિવિધ વર્ગ-1, 2 અને 3 ની પરીક્ષાઓનું વર્ષ 2024 થી 2026 સુધીનું સમયપત્રક જાહેર કર્યું છે. આ જાહેરાતથી લાંબા સમયથી તૈયારી કરી રહેલા ઉમેદવારોમાં ઉત્સાહનો સંચાર થયો છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આયોગે વિવિધ વર્ગ-1, 2 અને 3 ની પરીક્ષાઓનું વર્ષ 2024 થી 2026 સુધીનું સમયપત્રક જાહેર કર્યું છે. જેના અનુસાર, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 અને 2 ની પ્રિલિમ પરીક્ષાઓ 20 એપ્રિલના રોજ અને મુખ્ય પરીક્ષા 20 થી 29 એપ્રિલ દરમિયાન યોજાશે. હિસાબી અધિકારી વર્ગ-1 અને 2 ની પ્રિલિમ પરીક્ષા 6 જૂનના રોજ અને મુખ્ય પરીક્ષા 10 થી 17 ડિસેમ્બર દરમિયાન લેવાશે. રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 ની પ્રિલિમ પરીક્ષા 21 ડિસેમ્બરે અને મુખ્ય પરીક્ષા 1 થી 10 જૂન 2026 દરમિયાન લેવામાં આવશે.
નાયબ સેક્શન ઓફિસર/નાયબ મામલતદાર વર્ગ-3 માટે પ્રિલિમ પરીક્ષા 07 સપ્ટેમ્બરના રોજ અને મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરી-2026 સુધીમાં યોજાશે. આ જાહેરાતથી લાંબા સમયથી તૈયારી કરી રહેલા ઉમેદવારોમાં ઉત્સાહનો સંચાર થયો છે. ઉમેદવારોએ GPSC ની સત્તાવાર વેબસાઈટ gpsc.gujarat.gov.in પરથી વિગતવાર માહિતી મેળવી લેવી જોઈએ અને પરીક્ષાની તૈયારી માટે સમયપત્રક પ્રમાણે આયોજન કરવું જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech