નવેમ્બરમાં જીએસટી કલેક્શન 8.5 ટકા વધીને 1.82 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. એક વર્ષ અગાઉના સમાન ગાળામાં જીએસટી કલેકશન 1.68 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. સપ્ટેમ્બરમાં આ કલેક્શન 1.73 લાખ રૂપિયા હતું.
નવેમ્બર મહિનામાં ડોમેસ્ટિક ટ્રાન્ઝેકશન દ્વારા સરકારને વધારે આવક પ્રાપ્ત થઇ છે જેની અસર જીએસટી કલેક્શનમાં વૃદ્ધિના સ્વરૂપમાં જોવા મળી છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર નવેમ્બરમાં સેન્ટ્રલ જીએસટી કલેક્શન (સીજીએસટી) 34,141 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી કલેક્શન (એસજીએસટી) 43,047 કરોડ રૂપિયા, ઇન્ટેટગ્રેટેડ જીએસટી કલેક્શન (આઇજીએસટી) 91,828 કરોડ રૂપિયા અને સેસ 13,253 કરોડ રૂપિયા રહ્યું છે. નવેમ્બરમાં ડોમેસ્ટિક ટ્રાન્ઝેકશનથી જીએસટી 9.4 ટકા વધી 1.40 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જ્યારે આયાત પર ટેક્સથી આવક લગભગ 6 ટકા વધી 42,591 કરોડ રૂપિયા રહી છે. નવેમ્બરમાં 19,259 કરોડ રૂપિયાનું રિફંડ જારી કરવામાં આવ્યું હતું. જે એક વર્ષ પહેલાના સમાન ગાળાની સરખામણીમાં 8.9 ટકાનો ઘટાડો દશર્વિે છે. રિફંડ એડજસ્ટ કયર્િ પછી નેટ જીએસટી કલેક્શન 11 ટકા વધી 1.63 લાખ કરોડ રૂપિયા રહ્યું છે.દેશમાં જીએસટી અમલમાં આવ્યા પછી ચાલુ વર્ષે અપ્રિલમાં સૌથી વધુ જીએસટી કલેક્શન 2.10 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જુલાઇ, 2017માં સમગ્ર દેશમાં જીએસટી અમલમાં મૂકવામાં આવ્યો હતો. ચાલુ મહિનામાં જીએસટી
કાઉન્સિલની બેઠક યોજાવાની છે. આ બેઠક 21 ડિસેમ્બરે રાજસ્થાનના
જૈસલમેરમાં યોજાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech