રાજકોટના પડધરી-ઉકરડા નજીક ભત્રીજાના બાઈક પાછળથી મહિલા પડી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જામનગરના મહિલા થાન ગામે સગ્ગાભાઈની ખબર કાઢવા ગયા હતા અને પરત ભત્રીજાની બાઇકમાં બેસીને જામનગર જતા હતા ત્યારે બનાવ બન્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ જામનગરના ગુલાબનગરમાં નવનાળા વાંજાવાસમાં રહેતા ગીતાબેન ગોવિંદભાઇ નગાણી (ઉ.વ.૪૫)નામના દરજી મહિલા ગત તા.૨૨ના રોજ ભત્રીજા મેહુલની બાઇકમાં બેસી થાનથી જામનગર જતા હતા ત્યારે પડધરી નજીક અચાનક ચક્કર આવતા બાઇકમાંથી પટકાતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જૂનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતકગીતાબેનના પતિ મજૂરી કામ કરે છે અને સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે. મૃતકના ભત્રીજા મેહુલના કહેવા મુજબ ફઈ પ્રથમ મોરબી સબંધીના ઘરે ગયા હતા અને ત્યાંથી થાન તેમના ભાઈના ખબર અંતર પૂછવા માટે ગયા હતા. ત્યાંથી પરત અમે જામનગર આવતા હતા ત્યારે બાઈક પાછળ બેઠા હતા ત્યારે ચક્કર આવી જતા પડી ગયા હતા. મહિલાના મોતથી પરિવારમા શોક છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech