ઘરની ટેરેસ એ કમ્ફર્ટ માટેનો વિસ્તાર છે જ્યાં આપણે ઘણીવાર સાંજ વિતાવીએ છીએ. જ્યારે આપણે આખા દિવસના કામ પછી ફ્રી થાય ત્યારે સામાન્ય રીતે ટેરેસ પર ચાના કપ સાથે આરામની થોડી ક્ષણો વિતાવીએ છીએ. ત્યારે જો ક્રિએટીવીટીની મદદથી ટેરેસને જોવા માટે થોડી વધુ સુંદર બનાવવામાં આવે તો એક કમ્ફર્ટેબલ કોર્નર બનાવવામાં આવે જેને ફક્ત જોઈને મનને ઘણી શાંતિ મળશે. સામાન્ય રીતે આપણે આખા ઘરની સજાવટ પર ધ્યાન આપીએ છીએ પરંતુ ટેરેસને ભૂલી જઈએ છીએ. જાણો કેટલીક ક્રિએટિવ ટિપ્સ જેની મદદથી ટેરેસને ખૂબ જ યુનિક અને સુંદર લુક આપી શકો છો.
ટેરેસ પર નાનો બગીચો બનાવો
જ્યાં પણ વૃક્ષો અને છોડ હોય ત્યાંની સુંદરતા આપોઆપ વધી જાય છે. ટેરેસ પર નાનો બગીચો પણ બનાવી શકો છો. વિવિધ ફૂલો અને પાંદડાઓ સાથે ઘણાં બધાં કુંડાં રાખીને ટેરેસની સુંદરતા વધારી શકાય છે. ક્રિએટિવિટીની મદદથી પોટ્સને અલગ-અલગ રંગોથી પેઇન્ટ કરીને અદ્ભુત ડેકોરેશન પણ કરી શકો છો. આ કુંડાઓમાં વિવિધ ઋતુ પ્રમાણે રંગબેરંગી ફૂલો લગાવી શકાય છે. જેના કારણે દરેક સિઝનમાં રૂફટોપ ગાર્ડન સુંદર લાગશે.
ટેરેસ પર ગ્રાસ મેટ લગાવો
ગ્રાસ મેટ ખૂબ જ સુંદર લાગે છે અને આંખો માટે ખૂબ જ શાંત છે. આવા ગ્રાસ મેટ્સ બજારમાં સરળતાથી મળી જાય છે, જે બિલકુલ નેચરલ ગ્રાસ જેવા દેખાય છે. તેને ટેરેસ પર લગાવી શકો છો. તે ખૂબ જ સુંદર દેખાશે અને છતને કુદરતી સૌંદર્ય આપશે.
ટેરેસમાં થોડું ફર્નિચર ઉમેરો
ટેરેસના નાના ભાગને સિમેન્ટ ટીનથી ઢાંકી શકો છો અને તેની નીચે આરામ ખુરશીઓ અને સોફા ગોઠવી શકો છો. સાંજે પરિવાર સાથે ક્વોલીટી ટાઇમ પસાર કરવા માટે તમારી પાસે એક સરસ જગ્યા હશે. આ ઉપરાંત અહીં એક નાનો આરામદાયક સ્ટડી કોર્નર પણ બનાવી શકો છો.
છત પર ઝૂલો મૂકો
રૂફટોપ ગાર્ડનની વચ્ચોવચ ઝૂલો મુકવામાં આવે તો તેની સુંદરતામાં વધારો થશે. આ ટેરેસનો દેખાવ સંપૂર્ણપણે બદલી નાખશે. બાળકો પણ આ નવા લૂકનો આનંદ માણશે. આ ઉપરાંત છતની દિવાલોને રંગીન પેઇન્ટિંગ કરીને અને તેના પર સ્ટ્રીંગ લાઇટ્સ દ્વારા પણ સજાવટ કરી શકો છો. જે ખૂબ જ સુંદર દેખાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech