ગોંડલ નાં ઉમવાડા અંડરબ્રિજ થી હાઇવે સુધીનો રોડ અત્યતં સાંકડો હોય અને હાલ આ રોડ પર વાહનોની ભારે અવરજવર હોય ગમેત્યારે દુર્ઘટના સર્જાય તેવી શકયતાઓ હોવાની રજૂઆત જાગૃત નાગરિક દ્રારા માર્ગ મકાન વિભાગ, કલેકટર તથા ધારાસભ્ય ને કરાઇ છે.
ગોંડલનાં વિજયભાઈ પરમાર દ્રારા કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે ઉમવાડા અંડરબ્રિજથી નેશનલ હાઇવે સુધીનો અંદાજે એક કિલોમીટર નો રોડ પંદર ફુટ પહોળો છે. રોડની બન્ને બાજુ ઉંડી ખાઇ તથા પહોળા નાળા આવેલા છે.
આ રોડ પરથી શહેરની મોટાભાગની સ્કુલોની બસ કે ટેમ્પોની આવનજાવન રહેલી છે. મોટાભાગની એસટી.બસ પણ આ રોડ પરથી પસાર થાયછે.ઉપરાંત માલ ભરેલા ટ્રક પણ અહીથી ગોંડલ માં પ્રવેશ કરેછે.કાર,બાઇક સહિત રાહદારીઓ ની રોજીંદી આવનજાવન પણ આ રોડ પરથી રહેતી હોય છે.માર્કેટયાર્ડ જવા માટે આ રોડ મહત્વનો છે.
હાલ ગુંદાળારોડ ફાટક પર અંડરબ્રિજ નું કામ ચાલતુ હોય ગુંદાળારોડ નો ટ્રાફિક ઉમવાડા રોડ પર ડાયવર્ટ થયો હોય આ રોડ સતત ટ્રાફિક થી ધમધમવાની સાથે મહત્વનો બન્યોછે.
રોડ ઉંચાઇ પર હોય અને બન્ને બાજુ ખાઇ હોવાથી વાહનચાલકો જો જરા પણ ગફલત કરેતો અકસ્માત સર્જાય તેવી શકયતાઓ છે.જો સ્કુલ બસ ચાલક ની એકજ ભુલ થી મોટી દુર્ઘટના સર્જાય અને જાનહાની થાય તેવી સંભવનાછે. આ રોડ પર નાના ભુલકાઓ સ્કુલેથી બસ સહિત નાં વાહનોમાં અવરજવર કરતા હોય ગંભીરતા દાખવી ખાઇ કે નાળાની બન્ને બાજુ રક્ષણાત્મક દિવાલો બનાવી રોડને પહોળો બનાવવા જણાવ્યુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech