તજજ્ઞો દ્વારા બાજરાના ગુણધર્મો,અગત્યતા, ઉત્પાદન, મૂલ્યવર્ધન અંગે અપાઈ માહિતી:28થી વધુ ખેડૂતો જોડાયા
ગત વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવેલ છે ત્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર કેન્દ્ર દ્વારા ઉનાળુ ઋતુ દરમ્યાન જામનગર જીલ્લાના જુદાજુદા ગામોમાં ખેડૂતોના ખેતર ઉપર બાજરા સંશોધન કેન્દ્ર, જુકૃયુ, જામનગર દ્વારા બાજરાની વિકસાવેલ નવી બાયો-ફોર્ટીફાઈડ જાત -1129 (જામ શક્તિ)ના પ્રથમ હરોળના નિદર્શનો ગોઠવવામાં આવેલ.
આ અંતર્ગત તા. 23.05.2024 ના રોજ જામનગર કૃષિ વિજ્ઞાન ક્ધદ્રના વડા ડો. કે. પી. બારૈયા તેમજ બાજરા સંશોધન કેન્દ્રના વડા ડો. કે. ડી. મુંગરા તેમજ એન. ડી. અંબાલીયા (વૈજ્ઞાનિકો) દ્વારા અલીયાબાડા મુકામે સુરેશભાઈ બચુભાઈ મકવાણાના ખેતર ઉપર બાજરની જાતના ગુણધર્મો, તેમની ખોરાકમાં અગત્યતા, ઉત્પાદન કરવાની રીતો, મૂલ્ય વર્ધન વગેરે વિષયો ઉપર ખેતર ઉપર પ્રત્યક્ષ નિદર્શન દરમ્યાન તાલીમ આપેલ હતી.
જેમાં ગામના 28 જેટલા ખેડૂતોએ લાભ લઈને વૈજ્ઞાનિકો સાથે સીધો વાતર્લિાપ કરવામાં આવેલ. નિદર્શન પ્લોટ જોતા ખેડૂતોએ જામ શક્તિ બાજરાની જાત અન્ય જાતોની સરખામણી ખૂબજ ભરાવદાર ડુંડા, એક સરખો પાક, વધુ ફૂટ તેમજ તાપ સામે પ્રતિકારક (હિટ ટોલરન્સ), પશુ ઘાસચારા તરીકે પણ સારું ફોડર ક્વોલીટી તેમજ વહેલી પાકતી જાત તરીકે ગણાવી હતી.
આ બાબતે વૈજ્ઞાનિકોએ વધુ ઉમેરતા જણાવેલ કે આ જાત અન્ય જાત કરતા વધુ પ્રમાણમાં લોહ તત્વ અને જસત/ઝીંક ખૂબજ વધુ પ્રમાણમાં હોઈ, ખોરાકમાં ન્યુટ્રીશન માટે વધુ સારી જાત ગણાવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech