અન્ય ટીમોની જેમ ગુજરાત ટાઇટન્સે પણ IPL 2025 પહેલા ખેલાડીઓને રીટેન કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહેવાલો અનુસાર, તમામ ટીમોએ 31 ઓક્ટોબર સુધીમાં BCCIને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સુપરત કરવાની રહેશે. ગુજરાતે કથિત રીતે શુભમન ગિલની સાથે બે ખેલાડીઓને જાળવી રાખવામાં આવેલ યાદીમાં સામેલ કર્યા છે પરંતુ તેમની યાદીમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ નથી.
અહેવાલ અનુસાર, શુભમન ગિલ સિવાય ગુજરાતની ટીમ અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન અને ટીમ ઈન્ડિયાના બેટ્સમેન સાઈ સુદર્શનને રિટેન કરી શકે છે. આ સિવાય ટીમ કેટલાક અનકેપ્ડ ખેલાડીઓને પણ રિટેન કરેલી યાદીમાં રાખી શકે છે. જો કે હજુ સુધી એવો કોઈ રિપોર્ટ સામે આવ્યો નથી જેમાં શમીને જાળવી રાખવાની વાત થઈ હોય.
શમી ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે
ભારતીય ફાસ્ટ બોલર આ દિવસોમાં ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે. શમીએ ભારત માટે તેની છેલ્લી મેચ નવેમ્બર 2023માં રમી હતી. તાજેતરમાં જ BCCIએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ટીમમાંથી પણ શમીનું નામ ગાયબ હતું. ભારતીય બોર્ડ દ્વારા શમીની ઈજા અંગે કોઈ અપડેટ આપવામાં આવી નથી. ઈજાના કારણે શમી આઈપીએલ 2024માં પણ રમી શક્યો નહોતો.
એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ગુજરાતની ટીમ ઈજાથી પીડિત શમીને IPL 2025 પહેલા રિલીઝ કરી શકે છે. જો કે હજુ સુધી શમીની રિલીઝ અને રિટેન્શન અંગેની સત્તાવાર માહિતી સામે આવી નથી.
મોહમ્મદ શમીની આઈપીએલ કારકિર્દી
શમીએ 2013માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તે કોલકાતા નાઇટ રાઇડર્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ તરફથી રમી ચૂક્યો છે. શમીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં 110 મેચ રમી છે, જેમાં તેણે 26.86ની એવરેજથી 127 વિકેટ લીધી છે, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગર 4/11 હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech