વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌપ્રથમવાર ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે. છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના ૨,૨૪૬ ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ રૂ. ૧૦૦ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
ગુજરતના ખેડૂતો હવામાન-વરસાદની આગાહી, સંભવીત રોગ-જીવાત ઉપદ્રવ અને તેના નિયંત્રણ માટેની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ તેમજ સરકારની કૃષિલક્ષી યોજનાઓની માહિતી ફોનના માધ્યમથી સરળતાથી મેળવી શકે તેવા શુભ આશય સાથે આ યોજના અમલમાં આવી છે.
ખેતરને જીઓ રેફેરેંસિન્ગ દ્વારા માર્ક કરી શકશે
તેમણે ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં ગુજરાતનાં ખેડૂતો મોબાઈલ એપ્લીકેશન પર નોંધણી કરીને પોતાના ખેતરને જીઓ રેફેરેંસિન્ગ દ્વારા માર્ક કરી શકશે. સેટેલાઇટ ઇમેજ
પ્રોસેસીંગના માધ્યમથી ખેડૂતોને ખેતરમાં વાવેતર કરેલા પાકના સ્વાસ્થ્યની વિગત સમગ્ર સીઝન દરમિયાન મળશે. મોબાઇલ એપ પર ખેડૂતે વાવેતર કરેલ પાકની વાવણીથી લઇ કાપણી સુધીની એગ્રોનોમિકલ પ્રેક્ટાઇસીસ પણ જોઇ શકાશે અને તેને અનુરૂપ ખેત કાર્યોને સારી રીતે અમલમાં મૂકી શકશે. જેથી સમયસર આગોતરા પગલા લઇ ખેડૂતો તેમની આવકમાં વધારો કરી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech