૭૬માં ગણતંત્ર દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નવી દિલ્હી ખાતે થનાર છે. જેમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ થશે. આ ટેબ્લોમાં રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા ૨૧મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાત ટેબ્લો સાથે આવેલા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક પરફોર્મન્સ ત્રીજા ક્રમે વિજેતા બન્યું છે જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.
ભારત સરકાર દ્વારા યોજાનાર ગણતંત્ર દિનની ઉજવણીમાં વિવિધ રાજ્યો દ્વારા પ્રતિવર્ષ ટેબ્લો રજૂ કરવામાં આવે છે. આ રાજ્યોના માધ્યમથી સાંસ્કૃતિક દ્રષ્ટિએ પ્રતિનિધિત્વ કરતા કલાકારો દ્વારા રાષ્ટ્રીય રંગશાળા શિબિર દિલ્હી કેન્ટોન્મેન્ટ ખાતેના “ઝંકાર હોલ”ખાતે સાંસ્કૃતિક સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ગુજરાત ત્રીજા ક્રમે, ગોવા પ્રથમ ક્રમે અને ઉતરાખંડ બીજા ક્રમે વિજેતા બન્યું હતું. જ્યારે પ્રોત્સાહક ઇનામ પશ્ચિમ બંગાળને મળ્યું હતું.
ઉલ્લેખનીય છે, ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર સરકારના વિભાગો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પારંપારિક નૃત્યો યોજાયા હતા. જેમાં ચાર ઇનામોની જાહેરાત કરાઈ હતી. જેમાં ગુજરાતના પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ને ત્રીજો ક્રમ મળ્યો હતો. આ કાર્યક્રમના અંતે રાજ્ય સરકાર વતી સાંસ્કૃતિક ગ્રુપના કલાકારોએ ટ્રોફી સ્વીકારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech