ભાવનગર જિલ્લાના હાથબ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક માતાએ પોતાની બે નાની દીકરીઓ સાથે આપઘાતનો પ્રયાસ કર્યો છે. મહિલાએ પોતાની 4 અને 9 વર્ષની પુત્રીઓ પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગાવી ત્યારબાદ પોતે પણ સગળી આપઘાત કર્યાની વાત સામે આવી રહી છે.
આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ તો ત્રણેયને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં ત્રણેયની સારવાર ચાલી રહી છે.
વિગતવાર વાત કરીએ તો ભાવનગર જિલ્લાના હાથબ ગામમાં સામૂહિક આપઘાતનો પ્રયાસની ઘટના સામે આવી છે. જેમાં માતાએ બે પુત્રીઓ સાથે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. બંને પુત્રીઓ પર જ્વલનશીલ પ્રવાહી છાંટ્યા બાદ મહિલા પોતે પણ સળગી હોવાની વાત સામે આવી છે. મહત્વનું છે કે માતાએ 4 અને 9 વર્ષની પુત્રીઓને સળગાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તો ઇજાગ્રસ્ત માતા અને પુત્રીઓને સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે.
આ બનાવમાં ત્રણેય ગંભીર રીતે દાઝી ગયા છે.. ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ ગઇ છે... પ્રાથમિક તપાસમાં મહિલાએ ઘરકંકાસને કારણે આ પગલુ ભર્યુ હોવાનું માનવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech