અંદામાનમાં આજ સવારથી નૈઋત્યનું ચોમાસુ સક્રિય બની ગયું છે. પ્રતિ કલાકના 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે અને ધોધમાર વરસાદ શરૂ થયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ નિકોબાર અને બંગાળની ખાડીમાં નૈઋત્યનું ચોમાસુ આગળ વધવા માટે સાનુકૂળ સંજોગો છે અને 24 કલાકમાં જ આ પ્રક્રિયા પૂરી થાય તેવું લાગે છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આદામાનમાં નૈઋત્યના ચોમાસાએ એન્ટ્રી લીધા પછી આગામી ત્રણ થી ચાર દિવસમાં અરબી સમુદ્રના દક્ષિણ તરફના વિસ્તારમાં, માલદીવ અને બંગાળની ખાડીના બાકી રહેલા ભાગોમાં ચોમાસુ આગળ વધશે તેવું જણાઈ રહ્યું છે.
ગુજરાતમાં માવઠાના વરસાદનું જોર સાવ નહિવત
બીજી બાજુ ગુજરાતમાં માવઠાના વરસાદનું જોર સાવ નહિવત થઈ ગયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યના માત્ર 19 તાલુકામાં સામાન્ય ઝાપટાથી પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના કુકરમુંડામાં પોણા બે ઇંચ વરસાદ થયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દોઢ અને મોરબી જિલ્લાના વાંકાનેરમાં એક ઇંચ વરસાદ થયો છે જામકંડોરણા જામજોધપુર મેંદરડા ધારી મુળી ચોટીલા લીંબડી લાલપુર તાલાલા પડધરી વઢવાણ અને લોધિકા તાલુકામાં સામાન્ય ઝાપટા પડ્યા છે. આજે સવારે છ થી આઠ વાગ્યાના પ્રથમ બે કલાકમાં રાજ્યના એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.
હજુ આગામી દિવસોમાં ચારથી પાંચ ડિગ્રી જેટલું તાપમાન વધે તેવી શક્યતા
બીજી બાજુ ગરમીનું પ્રમાણ વધી ગયું છે અને હજુ આગામી દિવસોમાં ચારથી પાંચ ડિગ્રી જેટલું તાપમાન વધે તેવી શક્યતા છે. ગુજરાતની માફક નોર્થ વેસ્ટના અન્ય રાજ્યોમાં અને મધ્ય ભારતમાં ગરમી વધશે. પશ્ચિમ બંગાળ હિમાચલ પ્રદેશ ઝારખંડ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં હિટવેવ માટે એલર્ટ આપવામાં આવેલું છે.
આ રાજ્યોમાં વરસાદ માટેની આગાહી કરવામાં આવી
બીજી બાજુ પંજાબ હરિયાણા ચંડીગઢ દિલ્હી જમ્મુ કશ્મીર લદાખ કોકણ ગોવા મહારાષ્ટ્ર સિક્કિમ બિહાર ઓડિશા આંધ્ર પ્રદેશ કર્ણાટક તામિલનાડુ કેરલા આસામ મેઘાલય સહિતના રાજ્યોમાં વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech