હિઝબુલ્લાહે ઇઝરાયેલમાં એક મિલિટરી બેઝ પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે જેમાં 4 ઈઝરાયેલી સૈનિકો માયર્િ ગયા, જ્યારે 67 ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ હુમલામાં મિલીટરી બેઝ તબાહ થઇ ગયો હતો. આ હુમલાથી ઈઝરાયલ વિફર્યું છે અને લેબનોનની બેકા વેલીમાં ત્રાટકવાની ધમકી આપીને કહ્યું કે જીવ બચાવવો હોય તો ભાગી જાઓ બાકી જીવતા નહી રહો.
હિઝબુલ્લાએ 2 ડ્રોન છોડ્યા, જે દરિયાઈ માર્ગે ઈઝરાયેલમાં પ્રવેશ્યા હતા.હિઝબુલ્લાહે આ હુમલાની જવાબદારી સ્વીકારતા કહ્યું કે તેણે ડ્રોન વડે આઈડીએફના ટ્રેનિંગ બેઝને નિશાન બનાવ્યું હતું. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ઇઝરાયલની સેના લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ જમીની અભિયાન ચલાવી રહી છે.ત્યારે ઈઝરાયલએ પણ કોઈ કસર છોડી નથી અને લેબનોનની બેકા વેલીમાં ત્રાટકવાની ધમકી આપી છે.સેનાના પ્રવક્તા અવિચાઇ અદ્રેઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઇઝરાયલે લગભગ 300 ઘરો પર હુમલો કર્યો છે અને ચેતવણી આપી છે કે જો તમે તમારો જીવ બચાવવા માંગતા હોવ તો અમે લેબનોન બેકા વેલી ગોનો નાશ કરીશું.
ઇઝરાયેલનો એવો આરોપ છે કે હિઝબુલ્લાહ ત્યાં હથિયારોનો સંગ્રહ કરે છે. તેમણે નાગરિકોને ત્યાંથી ખસી જવાની અપીલ કરી છે.સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગમે ત્યારે હુમલો શરૂ થઈ જશે.ઇઝરાયેલે હિઝબોલ્લાહની ક્રુઝ મિસાઇલોને હોસ્ટ કરતી સાઇટ્સને નિશાન બનાવીને હવાઈ હુમલાનું આયોજન કર્યું છે. સોમવારે સવારથી શરૂ થયેલા આ હુમલામાં 100થી વધુ લોકો માયર્િ ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech