જામજોધપુરના જામવાડી પાસે હિટ એન્ડ રન: બસમાંથી ઉતરતા યુવકને કારે ઠાકરે લેતા મોત

  • May 24, 2025 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુરના જામવાડી ગામના પાટિયા પાસે હિટ એન્ડ રનના બનાવમાં યુવકનું મોત નીપજ્યું છે. રાજકોટથી બસમાં બેસી ગામના પાટીયે બસ ઉભી રહેતા યુવક નીચે ઉતરતા જ પુરપાટ ઝડપે આવતી કારએ ઠોકરે લેતા બનાવ બન્યો હતો.


પ્રાપ્ત વિગત મુજબ જામવાડી ગામે રહેતા અને કનેરીયા મિલમાં નોકરી કરતા તુષારભાઈ રમણીકભાઇ ખાંટ (ઉ.વ.45)ના યુવક ગત બપોરે રાજકોટથી બસમાં બેસી જામવાડી જતા હતા ત્યારે સાંજે સાડા આઠેક વાગ્યે ગામના પાટિયે બસ પહોંચતા તુષારભાઈ બસમાંથી નીચે ઉતરતા જ પાછળથી પુરપાટ ઝડપે આવતી કારે અડફેટે લેતા દૂર સુધી ફંગોળાયા હતા. અકસ્માત જોતા જ ગામના લોકો દોડી ગયા હતા અને તાકીદે પરિવારને જાણ કરી પ્રથમ જામજોધપુર અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા યુવકે દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામજોધપુર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક તુષારભાઈ બે ભાઈ એક બહેનમાં મોટા હતા અને ગઈકાલે સવારે રાજકોટ કામ સબબ આવ્યા હતા. કામ પતાવી બપોરે રાજકોટથી બસમાં નીકળ્યા હતા ત્યારે ગામના પાટિયા પાસે જ આ બનાવ બન્યો હતો. અકસ્માત સર્જી નાસી જનાર કાર ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application