મોરબી રોડ પર રહેતા એસપીજી પ્રમુખ પેડક રોડ પર પોતાના કારખાનેથી ચોકડી પાસે આવેલી હોટલે જતો હતો: ચાલુ વાહને ધોકો મારી પછાડી દઇ માર માર્યેા: યુવાને બે માસ પૂર્વે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી હતી
વ્યાજખોરોથી ડર્યા વગર તેની સામે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ દ્રારા વખતોવખત અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ વ્યાજખોરોને પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ પઠાણી ઉઘરાણી તો ઠીક હવે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવનાર સામે હત્પમલા કરવાનું પણ શ કરી દીધું છે. શહેરના મોરબી રોડ પર રહેતા કારખાનેદાર અને હોટલ સંચાલક તથા એસપીજીના પ્રમુખને વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી હોય જે બાબતનો ખાર રાખી વ્યાજખોર તથા તેના સાથીએ મળી રાજકોટ અમદાવાદ હાઈવે પર ચાલુ વાહને યુવાનને ધોકો મારી પછાડી દઈ બેફામ માર માર્યેા હતો. જે અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મોરબી રોડ પર રાજમોતી સોસાયટી ન્યુ સેટેલાઈટ ચોકમાં રહેતા એસપીજીના પ્રમુખ વિશાલભાઈ કાંતિભાઈ રાબડીયા(ઉ.વ ૩૦) નામના પટેલ યુવાને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આર્યનગર શેરી નંબર ૩ મગનભાઈ મીલવાળી શેરીમાં રહેતા ધી ટોળીયા અને તેની સાથેના અજાણ્યા શખસનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેને રાજકોટ અમદાવાદ હાઈવે પર માલીયાસણ ચોકડી પાસે યુ.કે.બાઈટ નામની હોટલ છે તેમજ પેડક રોડ પર ઇમિટેશનનું કારખાનું છે.
ગઈકાલ રાત્રિના નવ વાગ્યે તે પેડક રોડ પર આવેલા કારખાનેથી પોતાની હોટલ તરફ જતો હતો ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલીયાસણ ચોકડી પાસે રવેચી હોટલ સામે પુલ પર રોંગ સાઈડમાં વાહન લઈને જતો હતો. ત્યારે જલાલશાહ પીરની દરગાહ પાસે પહોંચતા અહીં બાઈકમાં બે શખસો તેમની પાછળ આવતા હોય જેણે બાઈક નજીકમાં લઈ યુવાનને માથામાં પાછળના ભાગે ધોકો મારતા યુવાન પડી ગયો હતો. તેણે જોતા ધોકો મારનાર ધી ટોળીયા હોય જેથી તેણે મને મારોમાં તેમ કહેવા છતાં આ શખસો તેને માર મારવા લાગ્યા હતા જેથી યુવાન અર્ધબેભાન થઈ જતા અને અહીં લોકો ભેગા થઈ જતા આ બંને શખસો અહીંથી નાસી ગયા હતા. બાદમાં યુવાનને સારવાર માટે ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
યુવાને પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આર્યનગરમાં રહેતા ધી ટોળીયા સામે બે મહિના પહેલા તેણે વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાવી હોય જે બાબતોનો ખાર રાખી ધી ટોળીયા તથા તેની સાથેના અજાણ્યા શખસે મળી આ હત્પમલો કર્યેા હતો જેમાં યુવાનને માથાનાભાગે તથા પગમાં ઈજા પહોંચતી હતી. આ અંગે યુવાનની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech