શહેરના ગ્રીન લેન્ડ ચોકડી પાસે માલધારી સોસાયટીમાં રાત્રીના રિસામણે ગયેલી પત્નીના ઘરે જઇ પતિએ તેના પર છરી વડે હુમલો કરી દીધો હતો.આ દરમિયાન બહેનને બચાવવા વચ્ચે પડતા આ શખસે તેના સાળાને પણ છરીના ઘા ઝીંકી દીધા હતાં.હુમલામાં ઘવાયેલા ભાઇ-બહેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે માલધારી સોસાયટીમાં રહેતાં અને ભંગારની ફેરી કરી પરિવાનું ગુજરાન ચલાવતાં જીતુ વલ્લભભાઇ રાઠોડ (ઉ.વ.29) તથા તેની બહેન સરોજ વિશાલ સોલંકી (ઉ.વ.29)ને રાતે ત્રણેક વાગ્યે ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
હોસ્પિટલ બીછાનેથી જીતુએ જણાવ્યું હતું કે, મારી બહેન સરોજને અગાઉ રામનાથપરા પુલ ભાણજીબાપાની દેરી નજીક રહેતો વિશાલ કિશનભાઇ સોલંકી ભગાડી ગયો હતો અને લગ્ન કરી લીધા હતાં. તેણીને એક પુત્ર છે. વિશાલને અગાઉની પણ એક પત્નિ ચાંદની છે. જે પણ તેની સાથે જ રહે છે. બનેવી વિશાલ મારી બહેન સરોજને મારકુટ કરતો હોઇ જેથી તે બે દિવસ પહેલા મારા ઘરે રિસામણે આવી ગઇ હતી.
દરમિયાન ગઇકાલે મોડી રાતે વિશાલ અને તેની સાથેના શખસો દારૂ પી ઘરે આવ્યા હતાં અને મારી બહેન સરોજને તું કેમ તારા માવતરે આવી ગઇ? કહી તેની સાથે ઝઘડો કરી મારકુટ કરી હતી અને છરીના ઘા ઝીંકી દીધા હતાં. દેકારો થતાં હું વચ્ચે પડતાં મને પણ આડેધડ ઘા માયર્િ હતાં.આ અંગે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech