ધોરાજીમાં રહેતી પરિણીતાએ તેના નણંદના પુત્રને ઠપકો આપતા આ બાબતે પરિણીતાને સાસુએ ગાળો ભાંડી હતી.જયારે પતિએ ઉશ્કેરાઇ જઇ પત્નીને લાકડાના બડીકા વડે મારમાર્યેા હતો.આ અંગે પરિણીતાની ફરિયાદ પરથી ધોરાજી પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ,ધોરાજીમાં કુંભારવાડા વડલી ચોક ખોડીયાર ગેરેજની સામે રહેતા સલમાબેન(ઉ.વ ૨૮) દ્રારા ધોરાજી સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ બોદુ ઉર્ફે સીકંદર સલીમભાઇ કારેજા અને સાસુ સલમાબેનના નામ આપ્યા છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની નણંદના પુત્ર જે તેમની સાથે જ રહેતા હોય દરમિયાન તેઓ ઘરે રમતા હતા ત્યારે નણંદના પુત્રે અયાને મનો દરવાજો બધં કરી દેતા આ બાબતે તેને ઠપકો આપતા પરિણીતાને તેના સાસુ સલમાબેને ગાળો ભાંડી હતી.આ સમયે તેનો પતિ બોદુ આવી જતા તેણે લાકડનો બડો લઇ પરિણીતાને તેના વડે મારમાર્યેા હતો.સાથોસાથ ધમકી પણ આપી હતી કે,તારાથી થાય તે કરી લેજે હત્પં પોલીસથી ડરતો નથી હત્પં સેકશન ભ છુ,હત્પં દવા પી તમને ફિટ કરી દઇશ તેવી ધમકી આપી હતી. મારના લીધે પરિણીતાને ઇજા પહોંચતા તેના માવતર તેને સારવાર માટે જુનાગઢ હોસ્પિટલ લઇ ગયા હતાં.બાદમાં તેણે આ ફરિયાદ નોંધાવી છે.જેમાં પરિણીતાએ એવો ગંભીર આક્ષેપ પણ કર્યેા છે કે મારો પતિ દા,ચરસ,ગાંજો અને ડ્રગ્સનો નશો કરતો હોય અને વેચતો હોવાની મને શંકા છે.આ અંગે પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી તેના પતિ અને સાસુ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડત્રા પોલીસ મથક હરીયાળુ બનશે, પટાંગણમાં 50 વૃક્ષોનું આરોપણ
June 09, 2025 09:47 AMકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech