રાજયના પોલીસ દળની અલગ અલગ ટીમો વચ્ચે રાજકોટ શહેરમાં ડીજીપી કપ હોકી ટુર્નામેન્ટ યોજાઈ હતી. ગઈકાલે રમાયેલા ફાઈનલમાં પુરૂષ તથા મહિલા પોલીસ બન્નેમાં રાજકોટ શહેર તથા રાજકોટ રેંજની ટીમે ચેમ્પીયન બની રાજકોટ પોલીસ વિભાગનો રગં રાખ્યો છે. પુરૂષ વિભાગમાં રાજકોટ શહેર અને પોલીસ અને મહિલાની ટીમમાં રાજકોટ રેંજની ટીમ ફાઈનલમાં વિજેતા બની હતી. વિજેતા તેમજ રનર્સઅપ ટીમને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સન્માનીત કરવામાં આવ્યા હતા.
ચાર દિવસીય હોકી ટુર્નામેન્ટમાં પોલીસની પુરૂષ વિભાગની ૯ ટીમ અને મહિલા પોલીસ કર્મચારીની ૪ ટીમો મળી કુલ ૧૩ ટીમોએ ભાગ લીધો હતો. ચાર દિવસ ચાલેલા લીગ મેચ દરમિયાન ગઈકાલે પુરૂષ વિભાગની ટીમમાં રાજકોટ શહેર પોલીસ અને વડોદરા પોલીસ વચ્ચે ફાઈનલ જગં રમાયો હતો. જેમાં રાજકોટ શહેર પોલીસે મેદાન મારી ચેમ્પીયનનો ખીતાબ સર કર્યેા હતો. રાજકોટ સીટીના ભગીરથસિંહ ખેર પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા હતા. વડોદરા સિટીની ટીમ રનર્સઅપ રહી હતી.
જયારે મહિલા વિભાગમાં રાજકોટ રેંજ અને ભાવનગર રેંજની બન્ને ટીમ વચ્ચે ફાઈનલ મેચ ખેલાયો હતો. જેમાં રાજકોટ રેંજની ટીમ ચેમ્પીયન થઈ હતી. રાજકોટ રેંજના બિંદીયાબેન ગોંડલીયા પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા હતા. ગઈકાલે ડીજીપી હોકી ટુર્નામેન્ટનો કલોઝીંગ સેરેમની રાજકોટ સિટી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મ્યુનિ. કમિશનર દેવાંગકુમાર દેસાઈ, એડી. પોલીસ કમિશનર મહેન્દ્ર બગડયા, ડીસીપી જગદીશ બાંગરવા, સનસિંહ પરમાર, પૂજા યાદવ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
પોલીસ કમિશનર ઝા અને અન્ય મહેમાનોના હસ્તે ચેમ્પીયન, રનર્સઅપ તેમજ તૃતિય સ્થાને રહેલી ટીમને સન્માનીત કરવામાં આવી હતી. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોને પુરસ્કૃત કરાઈ હતી. કલોઝીંગ સેરેમનીમાં પોલીસ કમિશનર ઝાએ તમામ ટીમના ખેલાડીઓને ખુબ મહેનતથી રમ્યા અને ટીમ સ્પીરીટ દાખવી એ બદલ અભિનંદન આપ્યા હતા.
સાથોસાથ ડીજીપી કપમાં તમામ યુનીટ ભાગ લે તેથી હજી સારી સ્પર્ધા થાય અને સ્પોર્ટસમેન સ્પીરીટ વધુ ખીલે તેવી આશા વ્યકત કરી હતી. રાજકોટ શહેર પોલીસની યજમાની હેઠળ યોજાયેલી આ ટુર્નામેન્ટમાં મ્યુનિ. કોર્પેારેશન રાજકોટ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, હોકી રાજકોટ તથા સીનર્જી હોસ્પિટલનો સહયોગ મળ્યો હતો.
ટુર્નામેન્ટમાં નોડલ ઓફિસર તરીકે એસીપી એમ.આઈ.પઠાણ રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech