મહુવાના વાઘનગરમાં રહેતા આધેડને પૈસાની લેતી-દેતીના મામલે સથરા ગામે રહેતા ત્રણ શખ્સોએ બાઈક પર તરેડી અને ખાટસુરીયા ના રોડ પર ભાદ્રોડ ગામની સીમ આમ લઈ જઈ માથાના ભાગે કોઈ બોથર્ડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નીપજાવી આધેડના મૃતદેહ અને તેનું બાઈક અવાવરૂ જગ્યામાં ફેંકી નાસી છૂટ્યાની ઘટના સામે આવતા મહુવા પંથકમાં ભારે ચકચાર મચી છે. ઘટનાની જાણ થતા મહુવા ગ્રામ્ય પોલીસના કાફલાએ દોડી જઈ મૃતદેહનો કબ્જો લઈ હત્યારા શખ્સ સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.જયારે આધેડની હત્યા કરનાર ત્રણેય શખ્સ પોલીસથી હાથથી હાથ વેંતમાં હોવાનું સૂત્રોથી જાણવા મળ્યું છે.
ઉપલબ્ધ વિગતો મુજબ ગઈકાલે મહુવાના તરેડીથી ખાટસુરીયા ગામના રોડ પર ભાદ્રોડ ગામની સીમમાં વાઘનગર ગામે રહેતા નાજાભાઈ હામાભાઈ સોંલકી(ઉ. વ. ૪૫) પોતાના બાઈક સાથે ગંભીર ઇજા સાથે મૃત હાલતે મળી આવતા મહુવા ગ્રામ્યના પોસઈ આર. જે. યાદવ સહિતના કાફલાએ મૃતદેહનો કબ્જો લઈ અકસ્માતે મોત નીપજ્યાની નોંધ લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જો કે પોસઈ યાદવને નાજાભાઈની હત્યા કરવામાં આવી હોવાની શંકા હોય મૃતદેહને પેનલ પોસ્ટ મોર્ટમ માટે ભાવનગર ખસેડવામા આવ્યો હતો.
દરમ્યાન ગઈ તા. ૧૪-૧૦ના રોજ ઘરેથી ગયેલા નાજાભાઈ પરત નહીં ફરતા તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ પત્તો નહીં મળતા મહુવા ગ્રામ્ય પોલીસમાં ગુમ થયાની જાણવા જોગ નોંધ કરાવી હતી. તો બીજી બાજુ મૃતક નાજાભાઈના ભત્રીજા પંકજભાઈએ તપાસ કરતા મહુવાના સથરા ગામે રહેતા અશોક શામજીભાઈ સાંખટ પાસેથી નાજાભાઈએ પૈસા લીધા હોય જે અંગે અશોક અવાર-નવાર ઉઘરાણી કરતો હોય નાજાભાઈ પાસે સગવડ ન થતા પૈસા આપ્યા ન હોય ગઈ તા. ૧૪મી ના રોજ સાંજના સમયે અશોક શામજીભાઈ સાંખટ, ચકુર વેલજીભાઇ મકવાણા અને રાહુલ મંગાભાઇ ભાલીયા(રે. તમામ સથરા, તા. મહુવા)એ નાજાભાઈને પોતાના બાઈક સાથે તરેડી અને ખાટસુરીયા ગામના રોડ પર ભાદ્રોડ ગામની સીમમાં લઈ જઈ માથાના ભાગે કોઈ બોથર્ડ પદાર્થના ઘા ઝીંકી તેની હત્યા નીપજાવી મૃતદેહને અવાવરૂ જગ્યાએ ફેંકી નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યા બાદ પંકજભાઈ રૂખડભાઈ સોંલકી(ઉ. વ. ૨૮, રે વાઘનગર, મહુવા)એ મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મહુવા ગ્રામ્યના પોસઈ આર. જે. યાદવે ગુનો નોંધી હત્યારાઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. દરમ્યાન નાજાભાઈની હત્યામાં સંડોવાયેલા ત્રણેય શખ્સો પોલીસથી હાથ વેંતમાં હોવાનું સૂત્રોથી જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech